Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં આજથી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ:PMએ કહ્યું- 'આજે વર્લ્ડની સ્પોર્ટસ લેગેસીમાં નવો અધ્યાય જોડાયો', યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનના ખેલાડીઓ ભાગ લેવા પહોંચ્યા

    1 सप्ताह पहले

    ગુજરાતમાં અમદાવાદના આંગણે આજથી વિશ્વની પ્રથમ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી ચેમ્પિયનશીપનો પ્રારંભ કરાવ્યો. મોદીએ કહ્યું કે, આજથી વિશ્વની સ્પોર્ટસ લેગેસીમાં નવો અધ્યાય જોડાયો છે. ચેમ્પિયનશીપના પ્રારંભ પ્રસંગે યોગગુરુ બાબા રામદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, અમદાવાદમાં આજથી શરૂ થયેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપમાં 60 થી વધુ દેશના 400થી વધુ સ્પર્ધકો ભાગ લેવા આવ્યા છે. જેમાં ઈરાનના ખેલાડીઓ પણ અમદાવાદ પહોંચ્યા છે. આજે વિશ્વની સ્પોર્ટસ લેગેસીમાં નવો અધ્યાય જોડાયો-PM અમદાવાદના આંગણે યોજાઈ રહેલી વિશ્વની પ્રથમ યોગાસન ચેમ્પિયનશીપના પ્રારંભ સમયે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદની ધરતી પરથી વિશ્વની સ્પોર્ટસ લેગેસીમાં એક નવો અધ્યાય જોડાયો છે. ચેમ્પિયનશીપમાં ભાગ લેવા આવેલા તમામ દેશોના સ્પર્ધકોનું ભારતમાં સ્વાગત કરું છું. ભારતના ઐતિહાસિક શહેરમાં આ આયોજન આખા દેશ માટે ગૌરવની વાત છે. એક દશક પહેલા ભારત સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ લઈને ગયો હતો. ત્યારે 190 દેશોએ ભારતના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. આજે જોઈને ખુશી થાય છે કે, કરોડો લોકો યોગને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવી ચૂક્યા છે. 'મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં યોગને આંતરરાષ્ટ્રીય ખેલકૂદમાં જગ્યા મળશે' PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે,આ ચેમ્પિયનશીપના માધ્યમથી યોગાસનને કોમ્પીટીટીવ સ્પોર્ટસના રૂમમાં નવી ઓળખ મળશે. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં યોગાસન પણ આંતરરાષ્ટ્રીય ખેલકૂદમાં જગ્યા બનાવશે. જેમાં અમદાવાદમાં યોજાઈ રહેલી આ સ્પર્ધાની બહુ મોટી ભૂમિકા હશે. 'યોગ, ભોગથી અને રોગથી મુક્તિ આપે છે' આજે લોકો એવા ઉપાયોની તલાશમાં છે કે જેને લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય બનાવી રાખે. યોગ તેનો યોગ્ય ઓપ્શન છે. યોગ, ભોગથી પણ મુક્તિ આપે છે અને રોગથી પણ મુક્તિ આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે, મિનિમમ બજેટમાં હેલ્થી લાઈફસ્ટાઈલનો સૌથી ઉત્તમ ઉપાય છે. દરરોજ યોગ ભગાવશે તમામ રોગ. 5 દિવસીય મહાકુંભમાં 60થી વધુ દેશોના ખેલાડીઓ બતાવશે કૌશલ્ય આજથી એટલે કે, 4 જૂનથી 8 જૂન સુધી ચાલનારી આ પાંચ દિવસીય વૈશ્વિક ચેમ્પિયનશિપમાં અમેરિકા, ઘાના, કેન્યા, મલેશિયા, શ્રીલંકા અને ઉઝબેકિસ્તાન સહિત દુનિયાના 60થી વધુ દેશોના આશરે 400 જેટલા એથલીટ્સ ભાગ લઈ રહ્યા છે. આ તમામ વૈશ્વિક ખેલાડીઓ મુખ્યત્વે ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન, રિધમિક પેર અને ટીમ યોગાસનની રોમાંચક સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય બતાવશે. ભારત તરફથી 122 સભ્યોનું દળ, ટેકનોલોજીથી સજ્જ આયોજન યજમાન દેશ તરીકે ભારત તરફથી આ સ્પર્ધામાં 122 સભ્યોની મજબૂત ટીમ ઉતારવામાં આવી છે, જેમાં 10 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની વયના પુરુષ અને મહિલા એથલીટ્સનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ સબ-જૂનિયર, જૂનિયર અને સિનિયર સહિત કુલ 6 અલગ-અલગ વય જૂથ (કેટેગરીઝ)માં ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતવા માટે દાવેદારી નોંધાવશે. સ્પર્ધાના પરિણામોમાં સંપૂર્ણ પારદર્શિતા, સચોટતા અને સમાનતા જાળવી રાખવા માટે આયોજકો દ્વારા રમતગમતના ઇતિહાસમાં પ્રથમ વખત વૈશ્વિક સ્તરે અદ્યતન 'ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવી છે. આ સમગ્ર હાઈ-ટેક ચેમ્પિયનશિપની દેખરેખ અને મૂલ્યાંકન 32 આંતરરાષ્ટ્રીય જજ અને 51 રાષ્ટ્રીય જજની એક ઉચ્ચ સ્તરીય પેનલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ‘How you want to conduct yourself as a senior player’: Gambhir’s chat with Pant
    Next Article
    રાજકોટની કુખ્યાત શામજી મકા ગેંગના વધુ બે સાગરીત ઝડપાયા:12 શખ્સોએ 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ અને લૂંટ સહીત કુલ 22 ગુના આચર્યા, ગુજસીટોકમાં અત્યાર સુધી મુખ્ય સહીત 11ની ધરપકડ એક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment