Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેરિકેડિંગ તોડી ઝારખંડ વિધાનસભા કેમ્પસમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ:પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના શેલ છોડ્યા; JPSCના પૂર્વ અધ્યક્ષની ધરપકડ

    16 hours ago

    ઝારખંડના રાંચીમાં JPSC-JSSC પરીક્ષામાં ગેરરીતિ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ બેરિકેડિંગ તોડીને વિધાનસભા ગેટ પાસે પહોંચી ગયા. વિદ્યાર્થીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઘણી વખત પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. બે-ત્રણ વખત લાઠીચાર્જ કરવો પડ્યો. કેટલાક વિદ્યાર્થીઓના માથામાં ઈજાઓ થઈ છે. પ્રદર્શનકારીઓએ પણ પોલીસ પર પાણીની બોટલો અને ચપ્પલો ફેંકી. વિદ્યાર્થીઓ સવારે 10 વાગ્યે જૂની વિધાનસભા પાસે એકઠા થયા અને પછી વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળ્યા. પોલીસે કાંટાળા તારની બેરિકેડિંગ કરી રાખી હતી. પોલીસે જેવો વોટર કેનનનો ઉપયોગ કર્યો વિદ્યાર્થીઓ બેરિકેડિંગ પર ચઢીને ડાન્સ કરતા જોવા મળ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન ગાયું. આ પછી પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા. 6 સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. CCTV કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આ તરફ, CIDએ JPSCના પૂર્વ અધ્યક્ષ એલ ખ્યાંગતેની ધરપકડ કરી છે. 21 જુલાઈએ JPSC ઓફિસમાં રેડ પછી તેમણે રાજીનામું આપી દીધું હતું. CID તેમની સતત પૂછપરછ કરી રહી હતી. ઝારખંડ PSC-SSC ની પરીક્ષા રદ કરવાની માગને લઈને 17 દિવસથી આંદોલન કરી રહ્યા છે. દેવેન્દ્રનાથ મહતો સહિત 6 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર છે. તેઓ એમ્બ્યુલન્સથી વિધાનસભા ઘેરાવમાં સામેલ થયા. વિધાનસભા ઘેરાવની તસવીરો વિધાનસભા ઘેરાવને લગતા અપડેટ્સ માટે નીચેનો બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    BTCPay Server Blocks Remote Lightning Node Access After LND Vulnerability Exploited by Hackers
    Next Article
    અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી:જોધપુર દુષ્કર્મ કેસના આરોપીને પોલીસે ગોળી ધરબી, સચિવાલયમાં શોર્ટ સર્કિટથી આગ લાગી,PM મોદીના પોસ્ટર પર વિવાદીત સ્ટીકર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment