Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં હથિયારબંધીનું જાહેરનામું બહાર પડ્યું:આગામી તહેવારોમાં કાયદો વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી. આલે 30 દિવસ માટે જાહેર કર્યું

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં આગામી મહિનામાં અલગ અલગ સમુદાયના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. આ તહેવારો દરમિયાન ધાર્મિક અને જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ભેગા થશે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી. આલે હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ તલવાર, ભાલા, ચપ્પુ કે શારીરિક હિંસા પહોંચાડી શકે તેવી અન્ય કોઈ પણ વસ્તુ લઈ જઈ શકશે નહીં. પથ્થરો કે અન્ય શસ્ત્રો ફેંકવા માટે ઉપયોગી યંત્રો કે સાધનો પણ લઈ જવા, ભેગા કરવા કે તૈયાર કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત, કોઈ પણ વ્યક્તિના શબ, આકૃતિઓ કે પૂતળા પ્રદર્શિત કરી શકશે નહીં. જાહેર સ્થળોએ અપમાનજનક કે બિભત્સ સૂત્રો પોકારવા, અશ્લીલ ગીતો ગાવા પર પણ રોક લગાવવામાં આવી છે. શાંતિ અને સદ્ભાવના ભંગ થાય તેવા કોઈ હાવભાવ કે ચેષ્ટા કરી શકાશે નહીં. ચિત્રો, પ્લેકાર્ડ કે અન્ય કોઈ વસ્તુઓ પ્રદર્શિત કરવા પર પણ પ્રતિબંધ છે. આ જાહેરનામું અમુક વ્યક્તિઓને લાગુ પડશે નહીં. તેમાં સરકારી નોકરી કરતા એવા કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમને અધિકારીઓએ હથિયાર લઈ જવાની ફરજ સોંપી હોય. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અધિકૃત કરાયેલા અધિકારીઓ પણ આમાંથી મુક્તિ મેળવશે. શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની કે શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી ધરાવતા વ્યક્તિઓને પણ છૂટ આપવામાં આવી છે. ખેડૂતોને તેમના ખેતીકામ માટે ઓજારો લઈ જવામાં મુશ્કેલી ન પડે તે માટે તેમને પણ આ જાહેરનામામાંથી મુક્તિ અપાઈ છે. આ જાહેરનામાના કોઈ પણ નિયમનો ભંગ કરનાર અથવા તેનું પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) હેઠળ સજા થશે. આવા વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ, જો ગુનો સાબિત થાય તો છ મહિનાની સાદી કેદ અને ૨૫૦૦ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. જો આ આદેશની અવગણનાથી માનવ જીવન, સ્વાસ્થ્ય કે સલામતીને નુકસાન થાય, ભય ઉત્પન્ન થાય કે કોઈ હુલ્લડ થાય, તો છ મહિના સુધીની સખત અથવા સાદી કેદ અને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ જાહેરનામું 10 સપ્ટેમ્બર, 2026 થી 30 દિવસ સુધી અમલમાં રહેશે.
    Click here to Read More
    Previous Article
    બોપલમાં પુત્રએ પિતાને જીવતે જીવ મારી નાખ્યા:શેલાની જમીન હડપવા જીવિત હોવા છતાં મરણનો દાખલો બનાવ્યો, અન્ય વૃદ્ધને ખોટા કેસમાં ફસાવ્યાં
    Next Article
    "Pause AI": US Senator To Trump, Xi As Anthropic, OpenAI CEOs Pitch Slowdown

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment