Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેરાલુના 2 શખ્સોની અટકાયત:પાલનપુરના સોનગઢ પાટિયા પાસે ટ્રકમાં કતલખાને લઈ જવાતી 9 ભેંસો બચાવાઈ

    21 hours ago

    પાલનપુર તાલુકાના સોનગઢ પાટિયા પાસે પોલીસે 9 ભેંસોને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરી લઈ જતી ટ્રક ઝડપી બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસે સોનગઢ પાટિયા પાસેથી ટ્રક નં. RJ-19-GG-9494માંથી 9 ભેંસો ઝડપી પાડી હતી. આરોપી ટ્રક ચાલક સોહીલહુસેન અલ્લુમિયા સિંધી અને ખલાસી સોરાબભાઈ છોટુભાઈ સિપાઈ (બંને રહે.ખેરાલુ) પશુઓને કોઈ પાસ-પરમિટ વિના લઈ જતા હતા. ટ્રકમાં ભેંસોને એકબીજાની ચામડી ઘસાય તે રીતે ખીચોખીચ ભરવામાં આવી હતી તથા ઘાસચારા-પાણીની વ્યવસ્થા ન હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. 9 ભેંસોની કિંમત રૂ.1.35 લાખ અને ટ્રકની રૂ.5 લાખ મળી કુલ રૂ.6.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.પશુઓને રાજપુર મહાજન પાંજરાપોળ, કાંટ ખાતે મોકલી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    બટાકાના ઓછા ભાવથી થયેલા નુકસાન સામે સબસિડી:બટાકાના ભાવ સહિત પ્રશ્ને આજે પાલનપુરમાં ખેડૂતોની મહાપંચાયત,5 કિમીની અધિકાર રેલી
    Next Article
    ભાસ્કર ખાસ‎:નડાબેટમાં વરુ ઉછેર કેન્દ્રમાં લવાયેલા વરુના 12 બચ્ચા જન્મ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment