Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો, સોનાના દાગીના બનાવવા મોઘાં પડ્યા!:દાગીના બનાવવાના બહાને ડેસરના સોની દ્વારા 13.01 લાખની છેતરપિંડી, અનેક ગ્રાહકો સાથે ઠગાઈ આચરી હોવાની આશંકા

    1 week ago

    વડોદરા જિલ્લાના ડેસર પંથકમાં એક સોનીએ દાગીના બનાવી આપવાના બહાને અનેક ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી સોની ગ્રાહકો પાસેથી દાગીના બનાવવા કે રિપેરિંગ કરવા માટે સોનું અને એડવાન્સ રોકડ રકમ મેળવી લઈ ઉઠમણું કરી ગયો હતો. આ મામલે ડેસર પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ઠગ સોની વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. લાંબા સમય સુધી દાગીના ન આપ્યા હાલમાં હાલોલ ખાતે રહેતા આરઝુબેન ઇકબાલભાઈ ઘાંચીએ ડેસર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ડેસરમાં જ્વેલર્સની દુકાન ચલાવતા સંજયભાઈ ચંપકલાલ સોનીએ સોનાના નવા અને આકર્ષક દાગીના બનાવી આપવાની ખાતરી આપીને આરઝુબેન તેમજ વિસ્તારના અન્ય અનેક ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો હતો. વિશ્વાસમાં આવેલા ગ્રાહકોએ સોનાના દાગીના ઘડવા માટે મોટી માત્રામાં સોનું અને રોકડ રકમ સંજય સોનીને સુપ્રત કરી હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં સોનીએ દાગીના તૈયાર કરીને આપ્યા નહોતા. હાર, ચેન અને બ્રેસલેટના નામે રૂ. 13.01 લાખનું ફ્રોડ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સંજય સોનીએ અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી સોનાના બ્રેસલેટ, હાર, સેટ, ચેન અને અન્ય ઘરેણાં બનાવવા તેમજ જૂના દાગીના રિપેરિંગ કરવાના બહાને સોનું તથા રોકડ રકમ મળીને કુલ રૂ.13,01,000 (13.01 લાખ) પડાવી લીધા હતા. ગ્રાહકો જ્યારે પણ પોતાની કિંમતી વસ્તુઓ કે આપેલા નાણાં પરત માંગવા દુકાને જતા ત્યારે આરોપી દર વખતે કોઈને કોઈ ખોટા વાયદા કરીને તેમને ધક્કા ખવડાવતો હતો. રૂપિયા માંગતા મહિલાને આપી ગાળો છેલ્લે જ્યારે ભોગ બનનાર મહિલાએ પોતાના હકની રકમ કે સોનું તાત્કાલિક પરત આપવા માટે કડક ઉઘરાણી કરી ત્યારે આરોપી સોની પોતાની અસલી હેસીયત પર આવી ગયો હતો. તેણે મહિલાને જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી હતી અને જો હવે પછી અહીયાં રૂપિયા માંગવા આવીશ તો 'જાનથી મારી નાખીશ' તેવી ગંભીર ધમકી આપી ભગાડી મૂકી હતી. ડેસર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ પોતાની સાથે આયોજનબદ્ધ રીતે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં જ આરઝુબેને ડેસર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ડેસર પોલીસે આરોપી સંજય ચંપકલાલ સોની વિરૂદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં હજુ પણ અન્ય કેટલા ગ્રાહકો ભોગ બન્યા છે તે દિશામાં પણ પોલીસ પૂછપરછ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ બસપોર્ટમાં એસટી હડફેટે 2 ઇજાગ્રસ્ત:મુન્દ્રાથી આવતી બસને પ્લેટફોર્મ નંબર 9 પર પાર્ક કરતા ડ્રાઈવરથી બ્રેક મોડી લાગતા અકસ્માત સર્જાયો
    Next Article
    અધિકમાસમાં સંતવાણી:ભૂલ સ્વીકારવી પ્રગતિનું પ્રથમ પગથિયું: સાધુ પ્રેમવત્સલદાસજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment