Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના સાળંગપુરમાં પાર્કિંગમાં ઉભેલી કારમાં આગ:કષ્ટભંજન દેવ મંદિરના પાર્કિંગમાં સ્વીફ્ટ કારમાં આગ લાગી

    1 week ago

    બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં આજે બપોરના સમયે એક કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પાર્કિંગમાં ઉભેલી Swift કારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. સદ્દનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર, 6 જૂન, 2026 ના રોજ બપોરના સમયે KA 53 MA 4790 નંબરની Swift કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે પાર્કિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ઝડપથી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હિરણ નદીમાં ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ:મામલતદાર ટીમે દરોડો પાડી JCB, હિટાચી જપ્ત કર્યા; વિભાગો પર સાંઠગાંઠના આક્ષેપ
    Next Article
    નવસારીમાં પૂર્ણા નદીમાંથી યુવાનનો બચાવ:પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પાંચ ફાયર જવાનોનું સફળ ઓપરેશન;30 મિનિટમાં બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment