Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં કુદરત રૂઠી:ભુજ, અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ઝાપટા

    2 days ago

    છેલ્લા એક સપ્તાહથી કચ્છના વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. હવામાન વિભાગની કોઈ પણ પ્રકારની આગાહી વગર જ અચાનક આવેલા ભારે પવન અને કરા સાથેના વરસાદે કચ્છના વિવિધ વિસ્તારોને બાનમાં લીધા છે. 19 માર્ચના થયેલા ભારે માવઠા બાદ છેલ્લા ત્રણ દિવસમાં ફરી બે વખત વરસેલા વરસાદે ખેતીના પાકને પાયમાલ કરી દીધો છે. બુધવારે ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાં ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. આ ઉપરાંત ભુજોડી, કુકમા અને કાળી તલાવડી જેવા વિસ્તારોમાં કરા પડવાને કારણે ઉભા પાકને વ્યાપક નુકસાનીની સંભવના છે. માત્ર ભુજ જ નહીં, પરંતુ અંજાર તાલુકાના ખોખરા, અંબાપર, સતાપર અને લાખાપર જેવા ગામોમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. 19 માર્ચના માવઠામાં ખેડૂતોએ જે નુકસાન સહન કર્યું હતું, તેમાંથી હજુ માંડ બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ છેલ્લા બે દિવસના વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખેતીના પાક હવે લણણીના આરે હતા, ત્યારે જ આ ગામોમાં ભારે પવન અને કરા સાથે ઝાપટા થતા ખેડૂતોનો ‘મોઢે આવેલો કોળિયો’ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જીરું, રાયડો અને ઉનાળુ પાકોમાં વ્યાપક નુકસાન થતા ધરતીપુત્રો આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે. માધાપરમાં પવનથી કથા મંડપને નુકસાન, લોકોએ ફરી ઉભો કર્યો અચાનક ફૂંકાયેલા જોરદાર પવન અને કમોસમી વરસાદના ઝાપટાંએ માધાપરમાં ચાલતી રામકથાના મંડપ-સામિયાણાને નુકશાની પહોચાડી હતી. જોકે, આ આફત સામે માધાપરની ખુમારી ઝળકી ઉઠી હતી. અગ્રણીઓ અરજણભાઈ ભુડિયા અને નારણભાઈની આગેવાનીમાં યુવાનો અને મહિલાઓ મંડપને પુન : ઉભો કરવા માટે કામે લાગી ગયા હતા. નુકસાન છતાં, ગામના ભાઈ-બહેનોએ જે રીતે સંકટ સમયમાં સમારકામ હાથ ધર્યું, તેણે 1971ના યુદ્ધ વખતે રાતોરાત હવાઈ પટ્ટી તૈયાર કરનાર માધાપરની વીરાંગનાઓની યાદ તાજી કરાવી દીધી હતી. માર્ચમાં માવઠું યથાવત : કચ્છમાં ફરી એકવાર 29 અને 30 માર્ચે વરસાદની આગાહી કરાઇ માર્ચ મહિનાની શરૂઆતમાં અસહ્ય ગરમીનો અનુભવ કર્યા બાદ, મહિનાના અંતિમ દિવસોમાં કચ્છના હવામાનમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 19 માર્ચથી શરૂ થયેલા કમોસમી વરસાદનો સિલસિલો હજુ પણ થંભવાનું નામ લેતો નથી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 29 અને 30 માર્ચના રોજ કચ્છ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી માવઠું થવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 માર્ચે કચ્છની સાથે બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે 30 માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધવાની સંભાવના છે. આ દિવસે કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં પણ માવઠું ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લિપ્સ, લાલ ગુલાબ ને લવ યુ, પ્રદીપ ગુરુના પાપ:પૂર્વ સાધકોના આક્ષેપ-મધરાતે 5 યુવતી સાથે અશ્લીલ ચેટ કરતો, 1500 સ્ક્રીન શોટ, પૈસા પડાવી કહેતો-થાય તે કરી લો
    Next Article
    બંગાળમાં ‘ચૂંટણીલક્ષી’ રામનવમી, હિંદુઓની હત્યા મુદ્દો:BJP-હિંદુ સંગઠન 5 દિવસ જુલૂસ કાઢશે, TMC પણ તૈયાર, બોલી- રામ સૌના છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment