Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિપ્સ, લાલ ગુલાબ ને લવ યુ, પ્રદીપ ગુરુના પાપ:પૂર્વ સાધકોના આક્ષેપ-મધરાતે 5 યુવતી સાથે અશ્લીલ ચેટ કરતો, 1500 સ્ક્રીન શોટ, પૈસા પડાવી કહેતો-થાય તે કરી લો

    2 days ago

    તાજેતરમાં નકલી ચલણી નોટો છાપવાના કેસમાં પકડાયેલા પ્રદીપ ગુરુના એક બાદ એક કાંડ સામે આવી રહ્યા છે. યોગ અને અધ્યાત્મની આડમાં ચાલતા પ્રદીપના પાપ છાપરે ચઢીને પોકારે છે. પૂર્વ સાધકોએ પ્રદીપ ગુરુ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. માત્ર એટલું જ નહીં, પૂર્વ સાધકોએ પ્રદીપ પર આક્ષેપો કર્યા કે, આશ્રમ( સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમ)માં રાત્રે યુવતીઓ લાવતો હતો. રાત્રે વોટ્સએપ ચેટમાં લવયુના મેસેજ સહિત વાતો કરતો રહેતો હતો. તેમજ આ ચેટના 1500 સ્ક્રીન શોટ હોવાનો પણ દાવો કર્યો છે. પૂર્વ સાધકોએ પૂરાવા સાથે આક્ષેપ કર્યો છે કે પ્રદીપ રાત્રે 12:00 વાગ્યાથી સવારના 05:00 વાગ્યા સુધી અલગ-અલગ યુવતીઓ સાથે વોટ્સએપ પર ચેટિંગ કરતો હતો. પૂર્વ સાધકો દ્વારા આપવામાં આવેલા ચેટ્સના સ્ક્રીન શોટ્સમાં 'દિક્કુ', 'લવ યુ' જેવા શબ્દો અને અત્યંત અંગત વાતોનો સમાવેશ થાય છે. 'મહિલાઓ પાસે પોતાની મરજીથી આશ્રમમાં આવતી હોવાનું લખાવી લેતો' આ અંગે એક પૂર્વ સાધકે જણાવ્યું છે કે, આ કથિત ગુરુ એટલો ચાલાક હતો કે ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી ન આવે તે માટે તે અગાઉથી તૈયારી રાખતો હતો. આશ્રમમાં આવતી મહિલાઓ પાસે એવું લખાણ લખાવી લેતો કે પોતાની મરજીથી આશ્રમમાં આવી રહી છે. જો કોઈ યુવતી શોષણ સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે, તો તેને આ લખાણ બતાવીને અથવા પૈસા આપીને ચૂપ કરી દેવામાં આવતી હતી. આ એક સુનિયોજિત રેકેટ હોવાનું પૂર્વ સાધકો જણાવી રહ્યા છે. 'પત્ની ક્રિષ્ના અને સ્ટાફ પાસે પણ વીડિયો પુરાવા' પૂર્વ સાધકે જણાવ્યું છે કે, ચોંકાવનારી વાત એ છે કે પ્રદીપની આ કરતૂતો વિશે તેની પત્ની ક્રિષ્નાને પણ બધી જ ખબર હતી. પત્ની આ બધું સહન ન કરી શકતા છોડીને જતી રહી છે. આ ઉપરાંત, સંસ્થામાં કામ કરતી એક મહિલા સ્ટાફ પાસે પણ વાંધાજનક વીડિયો અને 1500 જેટલા સ્ક્રીનશોટ છે. જોકે, આ સ્ટાફ મેમ્બરને 35 લાખનો ફ્લેટ આપીને તેનું મોઢું બંધ કરાવી દેવામાં આવ્યું હતું. 90 લાખની આર્થિક છેતરપિંંડી માત્ર શારીરિક શોષણ જ નહીં, પણ આર્થિક છેતરપિંડીમાં પણ આ કથિત ગુરુ અવ્વલ છે. આશ્રમના નિર્માણ અને અન્ય સેવાકીય કાર્યોના નામે સાધકો પાસેથી અંદાજે 90 લાખ રૂપિયા ઉછીના લેવામાં આવ્યા હતા. પૂર્વ સાધકો પાસે આ પૈસાની રસીદો પણ છે. લાખો રૂપિયા પચાવી પાડ્યા બાદ જ્યારે સાધકો નાણાં પરત માંગે ત્યારે ધમકીઓ આપવામાં આવતી હતી. 'પ્લોટ વેચાશે ત્યારે જ પૈસા મળશે' એક વાઇરલ થયેલી ઓડિયો ક્લિપમાં પ્રદીપનો અસલી અહંકારી ચહેરો જોવા મળે છે. જ્યારે એક સાધક પોતાના પૈસા પરત માંગે છે, ત્યારે ગુરુ કહે છે, "તમારી તાકાત હોય તો કઢાવી લ્યો, પ્લોટ વેચાશે ત્યારે જ પૈસા મળશે." આ ક્લિપમાં તે સાધકને ધમકાવતા અને ફોન કાપી નાંખવાની વાત કરતા સંભળાય છે. એક ગુરુના મુખેથી આવી ગુંડા જેવી ભાષા સાંભળીને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘થાય તે કરી લેજો, મર્ડર કરવું તો તો છૂટ છે’ આ વાઇરલ ઓડિયોમાં જ્યારે સાધક નમ્રતાથી વાત કરે છે, ત્યારે પ્રદીપ ઉશ્કેરાઈને કહે છે, "તમારાથી જે થાય ઈ કરી લેજો, કેસ કરવો હોય કે મર્ડર કરવું હોય તો છૂટ છે." આ શબ્દો સાબિત કરે છે કે આ કથિત યોગગુરુને કાયદાનો કોઈ ડર નથી. તેઓ પોતાની વગનો ઉપયોગ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના સાધકોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાધકોનું કહેવું છે કે જે વ્યક્તિ શાંતિની વાતો કરે છે તે જ હિંસાની ભાષા બોલે છે. ‘કરોડોની કાર્સ છે પણ પૈસા નથી આપતો’ પૂર્વ સાધકોનો આરોપ છે કે પ્રદીપ પાસે ફરવા માટે કરોડો રૂપિયાની લક્ઝુરિયસ કાર્સ છે અને ભવ્ય જીવન જીવે છે, પરંતુ જ્યારે સાધકોના પૈસા ચૂકવવાની વાત આવે ત્યારે તે પોતાની પાસે એક રૂપિયો પણ ન હોવાનું નાટક કરે છે. ‘મારી પાસે 50,000 પડ્યા હશે તોય હું કોઈને નહીં આપું’ એવું બોલતો પ્રદીપ બેફામ બન્યો હતો. નાના માણસો પાસેથી પૈસા પડાવીને પોતાની એશોઆરામની જિંદગી બનાવી હોવાનું સાધકોનું માનવું છે. પૂર્વ સાધકો દ્વારા રજૂ કરવામાં આવેલા વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સમાં પ્રદીપ અને મહિલાઓ વચ્ચેના સંવાદો અત્યંત વાંધાજનક છે. ચેટમાં 'રોજ વાત કરે છે ને' જેવી વાતો અને મોડા મળવા આવવા અંગેના સવાલો છે. કેટલીક ચેટ્સમાં મહિલાઓ રડતા ઈમોજી સાથે પોતાની વ્યથા ઠાલવતી જોવા મળે છે. આ સંવાદો કોઈ ગુરુ-શિષ્યાના નહીં પણ પ્રેમી-પ્રેમિકાના હોય તેવા જણાય છે. 'ચણાનો લોટ લાખો રૂપિયામાં નથી આવતો' પ્રદીપ પોતાની છબિ સુધારવા માટે લોકસેવાના કામો કરતા હોવાનો દેખાવ કરતો હતો. ઓડિયો ક્લિપમાં સાધકે જ્યારે પૂછ્યું કે તમે દાન કરવાના પૈસા ક્યાંથી લાવો છો, ત્યારે પ્રદીપે ઉદ્ધત જવાબ આપ્યો કે 'ચણાના લોટ લાખો રૂપિયામાં નથી આવતો'. સાધકોનો આક્ષેપ છે કે લોકોના પૈસા પરત ન આપવા પડે એટલે તેઓ નાની-મોટી ચીજોનું દાન કરીને પોતાની જાતને દાનવીર સાબિત કરવાનો નિરર્થક પ્રયાસ કરતો હતો. 'મને બધો અનુભવ છે કે વહીવટ કેમ કરવો' જ્યારે સાધકોએ વહીવટ અંગે પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે પ્રદીપે પોતાની 24 વર્ષની જૂની સંસ્થા અને અનુભવનો રોફ જમાવ્યો હતો. તેઓ કહે છે કે ‘આ કઈ આજકાલની સંસ્થા નથી, મને બધો અનુભવ છે કે વહીવટ કેમ કરવો.’ પૂર્વ સાધકોનું કહેવું છે કે આટલા વર્ષો સુધી તેણે ભક્તિના નામે માત્ર પોતાની જાળ બિછાવી હતી અને હવે જ્યારે સત્ય સામે આવ્યું છે ત્યારે તેઓ પોતાના પાવરનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પૂર્વ સાધકો મેદાને પડ્યા આ કૌભાંડ બહાર આવ્યા બાદ પૂર્વ સાધકોના પરિવારો પણ મેદાનમાં આવ્યા છે. પૂર્વ સાધકોની પત્નીઓએ જ્યારે ગ્રુપમાં 'પહેલા લોકોના દેવા ચુકવો અને પછી દાન કરવા નીકળો' એવા મેસેજ કર્યા, ત્યારે પ્રદીપે તેને 'હલકા મેસેજ' ગણાવ્યા હતા. સાધકો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આ પાખંડી પ્રદીપનો અસલી ચહેરો જનતા સામે લાવી રહ્યા છે. 'બદનામીના ડરથી અનેક મહિલાઓ હજુ મૌન' પૂર્વ સાધક જણાવે છે કે હજુ પણ ઘણી એવી યુવતીઓ અને મહિલાઓ છે જેમના વીડિયો અને ચેટ્સ પ્રદીપ પાસે છે. સામાજિક બદનામીના ડરથી આ મહિલાઓ આગળ આવી રહી નથી. પ્રદીપની આ નબળાઈનો ફાયદો ઉઠાવીને તેને બ્લેકમેલ કરતો હોવાની પણ શક્યતા છે. પૂર્વ સાધકોએ તમામ પીડિતોને હિંમત રાખીને સામે આવવા અપીલ કરી છે જેથી આ ગોરખધંધા કાયમ માટે બંધ થઈ શકે. નકલી કરન્સીના તાર પણ આશ્રમ સાથે જોડાયા સુરતમાં પકડાયેલા નકલી નોટોના કૌભાંડમાં પણ પ્રદીપનું નામ ઉછળતા પોલીસ તપાસ તેજ બની છે. આર્થિક છેતરપિંડી અને નકલી કરન્સી વચ્ચે કોઈ મોટું કનેક્શન હોવાની આશંકા સેવાઈ રહી છે. ભક્તો પાસેથી લીધેલા 90 લાખ રૂપિયા ક્યાં વપરાયા અને તેનો સોર્સ શું હતો, તે અંગે હવે ઊંડાણપૂર્વકની તપાસની માંગ ઉઠી છે. જો પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તો હજુ પણ ઘણા મોટા માથાઓના નામ બહાર આવી શકે છે. શું છે મામલો? 19 માર્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે પ્રદીપ ગુરુ સહિત 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની હતા. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. ત્યાર બાદ તમામ આરોપીને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. પ્રદીપ ગુરુ નકલી નોટ છાપવાના મશીન માટે ચીન ગયો હતો આરોપીન પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પ્રદીપ ગુરુ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો હતો. પ્રદીપે નકલી નોટો છાપીને થનાર નફામાં 50 ટકા ભાગ રાખ્યો હતો. એક લાખની અસલી નોટો સામે 3 લાખની નકલી આપતાં હતાં.(વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો સત્યમ યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ 19 માર્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) યોગ ગુરુ-જમીન દલાલ બેડરૂમમાં જ પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા જે હાથમાં યોગની મુદ્રાઓ અને માળા હોવી જોઈએ, એ હાથોમાં આજે 500-500ની નકલી નોટોના થોકડા છે! સુરતનો એક કહેવાતો યોગ ગુરુ અને જમીન દલાલ રાતોરાત અમીર બનવાના એવા રવાડે ચઢ્યા કે ઘરના ખૂણે જ કલર પ્રિન્ટર મૂકીને 'લક્ષ્મીજી' છાપવા માંડ્યા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે ફોર્ચ્યુનર કાર રોકી ત્યારે અંદરથી એટલી નોટો નીકળી કે પોલીસ ગણતા-ગણતા થાકી ગઈ અને આખરે બેંકમાંથી નોટો ગણવાનું મશીન મંગાવવું પડ્યું. આ હાઈ-પ્રોફાઈલ રેકેટમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ભાસ્કર બતાવે છે પ્રદીપ ગુરૂનો 'રહસ્ય લોક' અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે(18 માર્ચ) એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની હતી. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. આ પણ વાંચો : 'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે': યોગ ગુરૂ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી હતી. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે દિવ્ય ભાસ્કર પણ પ્રદીપ ગુરુજીના ‘રહસ્યલોક’માં પહોંચ્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) યોગ ગુરૂ તો ગજબનો નીકળ્યો, આશ્રમમાં ઓપરેશન થિયેટર! આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ધોરણ 12 ભણેલો આ નકલી યોગ ગુરૂ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર હૃદયના બ્લોકેજ અને કેન્સજ જેવી જીવલેણ બીમારી દૂર કરી આપવાની ગેરંટી આપતો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) નકલી યોગગુરુ સાથે શંકરસિંહ વાઘેલાનો વીડિયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી નોટોના કેસમાં ધરપકડ કરેલા કથિત યોગગુરુ પ્રદીપ જોટંગીયાના પાપનું પોટલું હવે એકપછી એક ચોંકાવનારા ખુલાસાઓ સાથે ખૂલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ નકલી ગુરુના આશીર્વાદ લેતા હોય તેવો જૂનો વીડિયો વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે, તો બીજી તરફ સુરતના સામાજિક કાર્યકર વલ્લભભાઈ ચોથાણીએ આ 'ભોગગુરુ' સામે 2 લાખની છેતરપિંડી, વાઘના ચામડાનો ઉપયોગ અને ડૉક્ટરી ડિગ્રી વગર કેન્સર તથા હાર્ટ એટેકની જોખમી સારવાર કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ પણ વાંચો: નકલી ‘યોગગુરુ’ પ્રદીપના કારનામા ખુલ્યાં માત્ર ધોરણ 12 પાસ હોવા છતાં યુટ્યુબના સહારે ડોક્ટર બની બેઠેલા આ ઠગ વિરુદ્ધ દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ કડક તપાસના આદેશ આપ્યા છે, જેનાથી આગામી દિવસોમાં આ આંતરરાજ્ય છેતરપિંડીના નેટવર્કમાં અનેક મોટા માથાઓના નામ ખૂલે તેવી શક્યતા છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાંથી રહસ્યમય ભોયરું મળ્યું સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમમાં નકલી ચલણી નોટનાં રેકેટમાં પકડાયેલા યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાએ અંદરની ગતિવિધીઓ ગુપ્ત રાખવા માટે આશ્રમની ચોમેર 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી હતી. તેમજ આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે જ અન્ય ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ રૂ. 15થી 18 હજાર લઈને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) પાખંડી યોગ ગુરૂ પ્રદીપ સામે આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો સુરતમાં કરોડોની નકલી નોટોના કૌભાંડમાં જેલના સળિયા ગણી રહેલા કથિત યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાની મુશ્લેકીમાં હવે મોટો વધારો થયો છે. અત્યાર સુધી માત્ર પોલીસ તપાસનો સામનો કરી રહેલા આ ઢોંગી બાબા સામે હવે સુરતના આયુર્વેદિક ડોક્ટરો લાલઘૂમ થયા છે. યોગ શીખવવાની આડમાં કોઇપણ મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદિક પ્રેક્ટિસ કરી લોકોના સ્થાસ્થ્ય સાથે ચેડાં કરનાર પ્રદીપ સામે કડક કાર્યવાહી માંગ ઉઠી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ઘનકચરાનો નિકાલ કરવામાં નિષ્ફળ છતા સી.ડી. ટ્રાન્સપોર્ટને 10 મહિનાનું એક્સટેન્શન:213 કરોડમાં કોન્ટ્રાક્ટ અપાયો હતો, 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટનની જગ્યાએ ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ
    Next Article
    કચ્છમાં કુદરત રૂઠી:ભુજ, અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ઝાપટા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment