Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ ગ્રાસે જ મક્ષીકા!:યુનિ. પરીક્ષાના પ્રથમ દિવસે અર્થશાસ્ત્રનું પેપર કોર્સ બહારનું નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો

    12 hours ago

    કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલી પ્રથમ તબક્કાની પરીક્ષાના પ્રથમ દિવસે ગંભીર બેદરકારી સામે આવી છે. એમ.એ. અર્થશાસ્ત્ર સેમેસ્ટર-4 ની પરીક્ષામાં અર્થશાસ્ત્ર-2 વિષયનું પ્રશ્નપત્ર અભ્યાસક્રમ બહારનું પૂછાતા પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. આ છબરડાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એમ.એ. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને જ્યારે CCEC 410 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર-2 નું પેપર આપવામાં આવ્યું, ત્યારે પરીક્ષાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા કારણ કે પ્રશ્નપત્રમાં પૂછાયેલા સવાલો નક્કી કરેલા સિલેબસ મુજબના નહોતા. આ બાબતે વિદ્યાર્થીઓએ તુરંત હોબાળો મચાવતા પરીક્ષા તંત્ર દોડતું થયું હતું અને અંદાજે 30 મિનિટના વિલંબ બાદ સુધારેલા અભ્યાસક્રમ મુજબનું નવું પેપર અપાયું હતું. જોકે, વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ સુધારેલા પેપરમાં પણ કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી, જેના કારણે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર માઠી અસર પડી હતી. યુનિવર્સિટીની આ ગંભીર ભૂલ સામે એબીવીપીના કાર્યકરોએ પરીક્ષા નિયામક સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. વિદ્યાર્થી સંગઠને માંગ કરી હતી કે, જે પણ પેપર સેટર, પેપર ચેરમેન કે જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે, તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ મામલે ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે ખાતરી આપી હતી કે, આગામી પરીક્ષામાં આવી ભૂલ ન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવશે. આ રજૂઆત દરમિયાન એબીવીપી પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ પરમાર, જિલ્લા સહ સંયોજક મીત દરજી અને યુનિવર્સિટી અધ્યક્ષ મહીપાલસિંહ જાડેજા સહિત વિદ્યાર્થી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દહિંસરામાં ગૌવંશની હત્યાનો પર્દાફાશ:માનકુવા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા
    Next Article
    ભાસ્કર એનાલિસિસ‎:ઇલેક્ટ્રિક વાહન બુકિંગ અને પૂછપરછ 50% વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment