Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહિંસરામાં ગૌવંશની હત્યાનો પર્દાફાશ:માનકુવા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા

    2 days ago

    તાલુકાના દહીંસરા ગામે ગૌવંશની હત્યાનો પર્દાફાશ કરી માનકુવા પોલીસે 85 અબોલ જીવોને મુક્ત કરાવ્યા છે. માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.ગઢવીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે સઘન તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન બાતમીને આધારે દહિસરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા એક વાડામાં ત્રાટકીને ગૌવંશની હત્યાના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ગૌવંશની હત્યા માટે વપરાયેલી છરી જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કતલ કરેલ એક નર વાછરડું કબ્જે કરવામાં આવ્યું હતું અન્ય 85 જેટલા ગૌવંશને બચાવી લેવાયા હતા. પોલીસે આ કૃત્યમાં સંડોવાયેલા બે આરોપીઓ ગામના મુસ્તાક જુસબ રાયમા અને ઈસ્માઈલ જુસબ રાયમાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, સ્થળ પરથી જીવતા મળી આવેલા 85 ગૌવંશને તાત્કાલિક અસરથી વાડાસર સ્થિત ભક્તિ ગૌરક્ષણ સેવા સમિતિ ખાતે સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવ્યા છે. આ કામગીરીમાં માનકુવા પીએસઆઈ એ.એન. ધાસુરા, એએસઆઈ બ્રિજેશભાઈ યાદવ, ઉપેન્દ્રસિંહ રાણા, જીગ્નેશભાઈ અસારી, જયંતિભાઈ મહેશ્વરી અને અજયભાઈ ઝણકાત સહિત હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી, જયપાલસિંહ જાડેજા, વિનોદભાઈ ઠાકોર, કિરણકુમાર પુરોહિત, મહેશભાઈ વાળા, સુરેશભાઈ જોશી તથા જીઆરડી સભ્યો જગમાલ હિંગાણા અને રણજીતસિંહ જાડેજા જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રામનવમી વિશેષ:ભગવાન રામની કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના હોતાં પ્રજાવત્સલ રાજા બન્યા : ભુજમાં કચ્છ જ્યોતિષ મંડળની બેઠકમાં સંશોધન રજૂ કરાયું
    Next Article
    પ્રથમ ગ્રાસે જ મક્ષીકા!:યુનિ. પરીક્ષાના પ્રથમ દિવસે અર્થશાસ્ત્રનું પેપર કોર્સ બહારનું નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment