Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમી વિશેષ:ભગવાન રામની કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના હોતાં પ્રજાવત્સલ રાજા બન્યા : ભુજમાં કચ્છ જ્યોતિષ મંડળની બેઠકમાં સંશોધન રજૂ કરાયું

    19 hours ago

    ભગવાન રામનું જીવન સૌના માટે એક આદર્શ છે, પરંતુ તેમની જન્મ કુંડળીનો ઊંડો અભ્યાસ જ્યોતિષીઓ માટે પણ સંશોધનનો વિષય છે. ભગવાન રામની કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના હોતાં પ્રજાવત્સલ રાજા બન્યા તેમ તાજેતરમાં ભુજ ખાતે યોજાયેલી કચ્છ જ્યોતિષ મંડળની બેઠકમાં જણાવાયું હતું. મુખ્ય વક્તા આનંદ શાહે ભગવાન રામની કુંડળીનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, કર્ક લગ્નની આ કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના કે સ્વગૃહી છે. આ ગ્રહોની વિવિધ ભાવોમાં ઉપસ્થિતિને કારણે તેઓ પ્રજાવત્સલ રાજા, આદર્શ પુત્ર અને વચનપાલક બન્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ચોથા સુખ સ્થાનમાં શનિની હાજરી, વ્યયેશ બુધની દ્રષ્ટિ અને સાતમે મંગળની ઉપસ્થિતિને કારણે જ તેમને રાજત્યાગ, વનવાસ, સીતા હરણ અને અયોધ્યા પરત આવ્યા બાદ પણ પત્ની-સંતાન વિયોગ જેવી ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો, જે કુંડળીના યોગો સાથે સંપૂર્ણ સુસંગત જણાય છે. ચર્ચાને આગળ વધારતા નરેન્દ્ર ગોર ‘સાગર’’’’ એ શ્રી રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રના ચોથા ચરણમાં થયો હોવાનું જણાવી તેના આધારે દશા, અંતર્દશા અને ગ્રહોના ગોચર ના સમયની ગણતરી કરતા તે પ્રભુના જીવનની ટાઈમલાઈન સાથે કેટલી સચોટ રીતે મળે છે તેનું તાર્કિક વિશ્લેષણ રજૂ કર્યું હતું. મંડળના પ્રમુખ પ્રીતિબેન રાજગોર તથા ઉપપ્રમુખ પ્રફુલ જોશીએ કહ્યું હતું કે રામજીનું જીવન અભ્યાસુઓ માટે જ્ઞાનનો ભંડાર છે. સલાહકાર ગીરીશગોરે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે કચ્છ જ્યોતિષ મંડળ ભવિષ્યમાં પણ જ્યોતિષીઓને સંશોધન માટે આવું પ્લેટફોર્મ પૂરું પાડતું રહેશે. બેઠકના પ્રારંભમાં રામેશ્વર મંદિરના આશિષ જોશીએ સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે સંચાલન મંત્રી અશોક માંડલિયાએ કર્યું હતું. પ્રશ્નોત્તરીમાં સુભાષભાઈ જોશી, લીના ઠક્કર, ઝંખના શર્મા અને વનીતાબેન મહિડાએ ભાગ લીધો હતો. વ્યવસ્થા રાજેશભાઇ અને અરવિંદભાઈએ સંભાળી હતી. આ બેઠકમાં ધીરેન્દ્ર રઘુવંશી, સ્મિત રાજગોર, પ્રવીણભાઈ વરસાણી, પૂજા ભાટિયા, પરેશ જોશી, પ્રશાંત ભોજક, મીનલ દવે, હેમાલી ઓઝા, હંસાબેન પંડ્યા, નિધિ કુબડીયા, હિતેન્દ્ર દવે, દેવાંગ ચૌહાણ, દિપા જોશી, સુભાંગી જોશી, વિપુલા મહેતા અને જયેશ જોશી સહિત મોટી સંખ્યામાં જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે વ્યાખ્યાન માળા યોજાઈ:સામાન્ય દેખાતી વેરિકોઝ વેઇન્સની સારવાર ન થાય તો આ રોગ અતિ જીવલેણ બની શકે
    Next Article
    દહિંસરામાં ગૌવંશની હત્યાનો પર્દાફાશ:માનકુવા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment