Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુપોષણ મુક્ત અભિયાન:કચ્છમાં કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો

    10 hours ago

    કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા પોષણ સંગમ સમીક્ષા બેઠક અને વર્કશોપ યોજાયો હતો જેમાં ICDS અને આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઝુંબેશના પગલે કચ્છમાં બાળકોના પોષણ સ્તરમાં સકારાત્મક સુધારો જોવા મળ્યો છે તેમ આ તકે જણાવાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને ICDS શાખા કચ્છ દ્વારા યોજાયેલી બેઠકની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લામાં પોષણ સંગમ અંતર્ગત બે બેચની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય અને ICDS વિભાગ વચ્ચેના સંકલન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જો બંને વિભાગો સાથે મળીને કામ કરશે તો બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં કાયમી સુધારો લાવી શકાશે. તેમણે ઉપસ્થિત અધિકારીઓને પાયાના સ્તરે સઘન કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રોગ્રામ ઓફિસરે વર્તમાન કુપોષણની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આગામી સમયમાં જિલ્લાના બાળકોને કુપોષણમુક્ત કરવા માટે તાલુકા દીઠ લેવા જોઈતા પગલા અંગે વિશેષ જાણકારી રજૂ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ માત્ર બાળકો જ નહીં, પરંતુ સગર્ભા, ધાત્રી માતાઓ અને ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે લેવાવા જોઈતા જરૂરી પગલાંઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ લક્ષ્મી સેગલિયા દ્વારા પોષણ સંગમ પ્રોટોકોલ અંગે તાલીમ આપવામાં આવી હતી. CDHO, RCHO અને PO ICDS તથા કચેરીનો તમામ સ્ટાફ તેમજ તાલુકા કક્ષાએથી THO, CDPO, THV, RBSK મેડિકલ ઓફિસર, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નુકસાની સામે સહાયની માંગ:ભુજ તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી રવિ અને બાગાયતી પાકોમાં ભારે નુક્સાન
    Next Article
    સહાય:અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ કર્મીના પરિવારને 1.42 કરોડની સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment