Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નુકસાની સામે સહાયની માંગ:ભુજ તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી રવિ અને બાગાયતી પાકોમાં ભારે નુક્સાન

    8 hours ago

    તાજેતરમાં ભુજ તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને જોરદાર પવનના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભુજ નાયબ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા માવઠાને કારણે રવિ સીઝનના મુખ્ય પાકો જેવા કે ઘઉં, રાયડો, ધાણા, જીરું, વરિયાળી અને ઈસબગુલમાં ભારે નુકશાન થયું છે. આ ઉપરાંત કપાસ, એરંડા, તુવેર અને વાલ જેવા રોકડિયા પાકોને પણ માઠી અસર પહોંચી છે. ખેડૂતોએ સરકારી પ્રોત્સાહનથી મોટા પાયે બાગાયતી ખેતી અપનાવી હતી, પરંતુ કુદરતી આફતે કેરી, આંબા, દાડમ, પપૈયા અને જામફળ જેવા ફળોના બગીચાઓમાં પાયમાલી સર્જી છે. શાકભાજીની ખેતી કરતા ખેડૂતોના મરચા, ટમેટા, રીંગણા તેમજ તરબૂચ અને શક્કરટેટીના પાક પણ બગડી ગયા છે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ કરશન ગાગલએ જણાવ્યું હતું કે, એક તરફ ખેતીના ઈનપુટ સાધનો, બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચમાં તોતિંગ વધારો થયો છે, તો બીજી તરફ ખેતપેદાશોના પૂરતા ભાવ મળી રહ્યા નથી. આવા કપરા સમયે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે નુકશાની પામેલા પાકોનો સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે, ખેડૂતોને યોગ્ય અને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે, ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે નક્કર નિર્ણય લેવામાં આવે. ભાસ્કર ઇનસાઇડ દિવાળી સમયે માવઠાથી નુકશાનીની સહાય માત્ર 86 ગામોને મળ્યો આ તકે કિસાન ભુજ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ કાનજી ભાઈ ગાગલે ભૂતકાળના અન્યાયને પણ વાગોળ્યો હતો. અગાઉ દિવાળી સમયે થયેલી અતિવૃષ્ટિમાં સમગ્ર કચ્છમાં નુકસાની હોવા છતાં, સરકારે માત્ર અંજાર, ભચાઉ અને રાપરના 86 ગામોના ખેડૂતોને જ સહાય આપી હતી. ભુજ સહિતના અન્ય તાલુકાઓ આ લાભથી વંચિત રહ્યા હતા. આ વખતે આવો ભેદભાવ ન રાખતા, સમગ્ર કચ્છના અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે અને વહેલી તકે વળતર ચૂકવાય તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Security drill at Ahmedabad sports complex
    Next Article
    કુપોષણ મુક્ત અભિયાન:કચ્છમાં કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment