Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહાય:અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ કર્મીના પરિવારને 1.42 કરોડની સહાય

    11 hours ago

    પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન પામેલા પોલીસ હેડ કોન્સ્ટેબલના પરિવારને 1.42 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. સ્વ. મંગેશકુમાર રત્નાભાઈ પ્રજાપતિના પરિવારની વહારે પોલીસ વિભાગ અને બેંક આગળ આવ્યા છે. આજે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મૃતક પોલીસ કર્મીના પરિવારને કુલ રૂ.1 કરોડ42 લાખ63,000ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે સ્વ. મંગેશકુમારના ધર્મપત્નીને એક્સિસ બેંક અકસ્માત વીમાની રૂ.1,00,00,000 (એક કરોડ), દીકરી માટે શૈક્ષણિક સહાય માટે રૂ.16,00,000,જિલ્લા પોલીસ ફાળાની રૂ.12,63,000 અને સરકારી ઉચ્ચક નાણાકીય સહાયમાંથી રૂ.14,00,000 મળી કુલ રૂ.1 કરોડ 42 લાખ 63 હજારનો ચેક અર્પણ કરાયો હતો. પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફરજ દરમિયાન કે અકસ્માતમાં જીવ ગુમાવનાર જવાનના પરિવારને આર્થિક રીતે સુરક્ષિત કરવો એ વિભાગની પ્રાથમિકતા છે. પોલીસ અધિકારીઓ અને એક્સિસ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
    Click here to Read More
    Previous Article
    કુપોષણ મુક્ત અભિયાન:કચ્છમાં કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો
    Next Article
    અરજદારો થયા પરેશાન:પાલિકામાં લગ્ન નોંધણીમાં 1 મહિનાથી સબ રજીસ્ટ્રાર ન હોવાથી લોકોને ધક્કા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment