Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરજદારો થયા પરેશાન:પાલિકામાં લગ્ન નોંધણીમાં 1 મહિનાથી સબ રજીસ્ટ્રાર ન હોવાથી લોકોને ધક્કા

    13 hours ago

    શહેરમાં જન્મ, મરણ અને લગ્ન નોંધણીની કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા સંચાલિત કરવામાં આવે છે, પરંતુ હાલમાં આ કામગીરીની ગતિ ધીમી પડી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરપાલિકામાં ‘જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખા’ કાર્યરત હોવા છતાં, વ્યવસ્થાપનના અભાવને કારણે નાગરિકોને સમયસર સેવા મળતી નથી. જન્મ અને મરણ નોંધણી માટે પોર્ટલ દ્વારા ઓનલાઇન કામગીરી થાય છે, પરંતુ લગ્ન નોંધણી માટે આવેલી અરજીઓમાંથી બહુ ઓછી નોંધ થઈ છે. મળતી માહિતી મુજબ, અગાઉ સબ-રજિસ્ટ્રાર તરીકે સહી કરવાની સત્તા મુખ્ય અધિકારી દ્વારા કાયમી કર્મચારીને સોંપવામાં આવી હતી, પરંતુ ગત મહિને તે કર્મચારી નિવૃત્ત થતાં હવે મુખ્ય અધિકારી સિવાય કોઈને આ સત્તા આપવામાં આવી નથી. પરિણામે તમામ ફાઈલો પર અંતિમ સહી માટે મુખ્ય અધિકારી પર નિર્ભર રહેવું પડે છે. આ દરમિયાન મુખ્ય અધિકારીને વારંવાર રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર ખાતે મીટીંગ માટે જવું પડતું હોવાથી કામગીરી અટકી રહેતી હોવાનું જાણવા મળે છે. નગરપાલિકા સંકુલમાં સંબંધિત શાખામાં કાયમી તેમજ હંગામી સ્ટાફની પૂરતી સંખ્યા હોવા છતાં કામગીરીમાં ગતિનો અભાવ હોવાનું સૂત્રો જણાવે છે. ફરિયાદો અનુસાર, સામાન્ય નાગરિકો તો દૂર, પાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓના કામ પણ સમયસર થતા નથી. વધુમાં, લગ્ન નોંધણી માટે દસ્તાવેજોની ઝેરોક્ષ સેલ્ફ એટેચ કરવાની સરળ પ્રક્રિયાને બદલે નોટરી કરાવવાની ફરજિયાત કરી મૂકાતા લોકોનો સમય અને ખર્ચ બંને વધે છે. આ મામલે વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મુખ્ય અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ રાજકોટ ખાતે મીટીંગમાં હોવાને કારણે સંપર્ક થઈ શક્યો નહોતો. જન્મ, મરણ અને લગ્ન નોંધણી આજના સમયમાં અત્યંત મહત્વના દસ્તાવેજો બની ગયા છે, જે શૈક્ષણિક, કાનૂની અને અન્ય સરકારી પ્રક્રિયાઓ માટે આવશ્યક છે. તેથી નાગરિકોને સમયસર સેવા મળે તે માટે કામગીરીમાં ઝડપ લાવવા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા તંત્રે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    સહાય:અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ કર્મીના પરિવારને 1.42 કરોડની સહાય
    Next Article
    ઠગાઇ:ધંધાના બહાને બેંક ખાતું ભાડે આપી 25.50 લાખની ઠગાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment