Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકાની ચૂંટણીને લઈને તડામાર તૈયારી:પાલિકાની ચૂંટણીને લઈને ભાજપના ઉજાગરા, પ્રમુખે હોદ્દેદારોને વૉર્ડની સ્થિતિ અંગે સવાલો પૂછ્યાં

    11 hours ago

    પાલિકાની ચૂંટણી ગમે તે ક્ષણે જાહેર થવાની સંભાવના છે. તેવામાં ભાજપ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓના ઉજાગરા શરૂ થયા છે. 19 વોર્ડની સ્થિતિ ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા પ્રમુખે વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ અને પ્રભારીઓ સાથે બેઠક કરી હતી. અન્ય પક્ષોની કામગીરી, મતદારોનો મિજાજ અને ગત ચૂંટણીના મતદાન અંગેનો ચિતાર મુકાયો હતો. તાજેતરમાં જાહેર કરાયેલી 19 વર્ષની મતદાર યાદી પર વિવિધ પક્ષે કામ શરૂ કર્યું છે. ત્યારે મિશન 76નો લક્ષ્યાંક લઈને ચાલતી ભાજપના કાર્યાલયમાં હોદ્દેદારોના કાર્યકરોના ઉજાગરા થઈ રહ્યા છે. સૂત્રો મુજબ શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ 19 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી સાથે બેઠક કરી હતી. જેમાં વોર્ડમાં ગત ચૂંટણીનું મતદાન, માર્જિનથી જીત કે હાર, હાલની પરિસ્થિતિ, લોકોનો મિજાજ, વોર્ડની સમસ્યાઓ, જાતિય સમીકરણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. મંગળવારે રાત સુધી 1થી 7 વોર્ડના હોદ્દેદારોની બેઠકો ચાલુ હતી. ત્યારબાદ બુધવારે પણ બાકીના વોર્ડના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આગામી ‘મન કી બાત’ કાર્યક્રમમાં સંગઠન દ્વારા વોર્ડ દીઠ ચૂંટણી સમિતિના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે તેની પણ ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સંજય જોષીના નજીકના ધનરાજ રાયબોલેનો પુત્ર યુવા મોરચામાં, વિવાદ પ્રદેશ કક્ષાએ પહોંચ્યો ભાજપના સૂત્રો મુજબ યુવા મોરચામાં શહેર કારોબારી સભ્ય તરીકે કેયુર રાયબોલેને નિમણૂક અપાઈ છે. સંજય જોશીના નિકટના ગણાતા રાયબોલેના પુત્રને સંગઠનમાં સમાવાતાં કાર્યકરોમાં ભારે આશ્ચર્ય છે. પ્રદેશ સ્તરે આ મુદ્દો પહોંચતા જ વડોદરા સંગઠનને ઠપકો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાજપનું એક જૂથ માને છે કે આ મુદ્દે પ્રદેશ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરાશે. કોંગ્રેસમાંથી આવેલાને ઉપપ્રમુખ બનાવતા કાર્યકરોએ કહ્યું, જૂનાની અવગણના થઇ છે સંગઠને સમિતિ-મોરચામાં પદાધિકારી નિમ્યાં છે. વોર્ડ-5માં અક્ષય સુથારને ઉપપ્રમુખ બનાવતા કાર્યકરોએ કહ્યું કે, જૂનાની અવગણના થઇ છે. અક્ષય સુથારે પાલિકાકર્મી સાથે માથાકૂટ કરી હતી. જેનાથી પાર્ટીની બદનામી થયાની ચર્ચા છે.
    Click here to Read More
    Previous Article
    પાલિકા-સિક્યુરિટી એજન્સીએ મોઢું ફેરવ્યું:ઘાયલ કર્મચારીને એમ્બ્યુલન્સમાં લઈ પરિવાર પાલિકામાં પહોંચ્યો
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વીજકંપનીની 96 સ્લોટ્સમાં દર 15 મિનિટે શેરબજારની જેમ વીજ ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment