Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકા-સિક્યુરિટી એજન્સીએ મોઢું ફેરવ્યું:ઘાયલ કર્મચારીને એમ્બ્યુલન્સમાં લઈ પરિવાર પાલિકામાં પહોંચ્યો

    10 hours ago

    વડીવાડીમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટેમ્પા પરથી પડી ઇજાગ્રસ્ત થનાર યુવકના ખર્ચ બાબતે પાલિકા અને સિક્યુરિટી એજન્સીએ હાથ ઊંચા કર્યા છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત યુવકને લઈ પરિવાર પાલિકામાં પહોંચ્યો હતો. તેઓએ રૂ.4 લાખથી વધુનો ખર્ચ આપવા માગ કરી હતી. દબાણ શાખાની ટીમ સોમવારે વડીવાડી રોડ પર દબાણ હટાવવા ગઇ હતી. તે સમયે ટેમ્પોમાં મૂકેલી રેલિંગ વૃક્ષમાં ભટકાતા બાજુમાં બેઠેલા કર્મચારી ગોપાલ રબારી નીચે પટકાયા હતા. જેમાં તેઓનો થાપાનો બોલ તૂટી જતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે સિક્યુરિટી એજન્સીએ એસએસજીમાં સારવાર કરાવવા કહી ખર્ચ આપવાની ના પાડી હતી. બે દિવસથી ઇજાગ્રસ્ત ગોપાલ રબારીને વિવિધ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે, પરંતુ પાલિકાના અધિકારી કે સિક્યુરિટી એજન્સીના અધિકારી જોવા આવ્યા નથી. બુધવારે પરિવારજનો ઈજાગ્રસ્ત ગોપાલ રબારીને એમ્બ્યુલન્સમાં લઈ પાલિકાએ પહોંચ્યા હતા. પરિવારજનોએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં રૂ. 4થી 5 લાખનો ખર્ચો કર્યો છે. પરંતુ પાલિકા કે સિક્યુરિટીના એક પણ અધિકારી જોવા આવ્યા નથી. ઘરમાં નાના બાળકો છે. તેવામાં પાલિકા મદદ કરે તેવી અમારી માગ છે.
    Click here to Read More
    Previous Article
    અધ્યાપકોની ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન તૈયાર:મ.સ.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી માટે ઓએસડીની નિમણૂક
    Next Article
    પાલિકાની ચૂંટણીને લઈને તડામાર તૈયારી:પાલિકાની ચૂંટણીને લઈને ભાજપના ઉજાગરા, પ્રમુખે હોદ્દેદારોને વૉર્ડની સ્થિતિ અંગે સવાલો પૂછ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment