Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધ્યાપકોની ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન તૈયાર:મ.સ.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી માટે ઓએસડીની નિમણૂક

    8 hours ago

    મ.સ.યુનિ.માં અધ્યાપકોની ભરતી માટે ઓએસડીની નિમણૂક કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયાના ઓએસડી તરીકે પ્રો.ધનેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે નોટિફિકેશન તૈયાર કરાયું છે. કાયમી અધ્યાપકોની ભરતી માટે પણ ઓએસડી જ પ્રક્રિયા કરશે. આગામી શૈક્ષણિક વર્ષ માટે હંગામી અધ્યાપકોની ભરતી માટે યુનિવર્સિટી સત્તાધીશોએ હજી નોટિફિકેશન પણ બહાર પાડ્યું નથી. અધ્યાપકોની ભરતી પ્રક્રિયા કરવા માટે યુનિવર્સિટી દ્વારા રિક્રૂટમેન્ટ સેલ બનાવ્યો છે, જેના ઓએસડી તરીકે પ્રો.ધનેશ પટેલની નિમણૂક કરાઈ છે. 750 હંગામી અધ્યાપકોની ભરતી કરવી પડે તેવી શક્યતા છે. જેના માટે તમામ ફેકલ્ટીના ડીનો સાથે ઓસએસડીએ બેઠક પણ કરી લીધી છે. બે-ત્રણ દિવસમાં નોટિફિકેશન બહાર પડાય તેવી શક્યતા છે. આગામી સમયમાં કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પણ કરવામાં આવનાર છે. કાયમી અધ્યાપકોની ભરતી માટે સરકારે મંજૂરી તો આપી છે પણ કાર્યવાહી શરુ થઈ નથી. યુનિવર્સિટીમાં એક તબક્કે કાયમી અધ્યાપકોની 1350 જગ્યા હતી. છઠ્ઠુ પગારપંચ લાગુ થયું ત્યારે 300 જગ્યા ખાલી હતી. ભરતી પ્રક્રિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નડશે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. જો ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવશે તો યુનિવર્સિટીમાં હંગામી અને કાયમી બંને ભરતી પ્રક્રિયા કરવા માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવી પડે તેવી શકયતાઓ છે.
    Click here to Read More
    Previous Article
    Vigilance books Kotak Bank officials after civic body ‘finds’ Rs 150-cr mismatch
    Next Article
    પાલિકા-સિક્યુરિટી એજન્સીએ મોઢું ફેરવ્યું:ઘાયલ કર્મચારીને એમ્બ્યુલન્સમાં લઈ પરિવાર પાલિકામાં પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment