Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:વીજકંપનીની 96 સ્લોટ્સમાં દર 15 મિનિટે શેરબજારની જેમ વીજ ખરીદી

    11 hours ago

    વડોદરા શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે જ વીજ વપરાશમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે. 14મી માર્ચે થયેલા માવઠા બાદ તાપમાન ફરી 37 ડિગ્રી પર પહોંચ્યું છે. આ કારણે MGVCLની કુલ વીજ માંગ 2100 મેગાવોટથી વધીને મંગળવારે રેકોર્ડબ્રેક 2400 મેગાવોટ પર પહોંચી ગઈ છે. જેમાં વડોદરા શહેરનો હિસ્સો 210 મેગાવોટ નોંધાયો હતો. ઉનાળામાં પુરવઠો ખોરવાય નહીં તે માટે કંપની શેરબજારની પદ્ધતિએ દર 15 મિનિટે વીજળીની ખરીદી કરી વ્યવસ્થાપન કરી રહી છે. MGVCLના સૂત્રોના જણાવ્યા મુજબ, વીજ વપરાશની આગાહી માટે ટેકનિકલ ડેટા સાથે વાતાવરણના ફેરફારો પર સતત નજર રાખવામાં આવે છે. દિવસ દરમિયાન વીજ વપરાશની આગાહી તાપમાન, પવનની ઝડપ અને ભેજ જેવા 6 મુખ્ય પરિબળો પર કરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, વીજ કંપનીના અધિકારીઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને પણ ધ્યાનમાં લે છે. જો મોટી ક્રિકેટ મેચ હોય તો ઘરેલું વપરાશ વધે છે, જ્યારે રજાના દિવસે ઉદ્યોગો બંધ હોવાથી એકંદર માંગ ઘટે છે. આગામી 3 દિવસમાં માંગ વધીને 2450 મેગાવોટ સુધી પહોંચવાની શક્યતા છે. માંગને પહોંચી વળવા માટે શહેરના 40થી 50 સબ સ્ટેશનો પર લોડનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જો કોઈ વિસ્તારમાં અચાનક લોડ વધે તો સિસ્ટમ દ્વારા તેનું ત્વરિત બેલેન્સિંગ કરાય છે, જેથી પાવર કટની સ્થિતિ ઊભી ન થાય. આગાહી પર આધારિત વીજળીની ખરીદી થાય છે MGVCL વિવિધ પરિબળોને આધારે આગામી 15 મિનિટના સ્લોટ માટે જરૂરી વીજળીનો જથ્થો નક્કી કરે છે. આ જથ્થાની દેશભરની વીજ ઉત્પાદન કંપનીઓને ઓનલાઇન જાણ કરવામાં આવે છે. જે કંપનીનો ભાવ સૌથી ઓછો હોય તેની પાસેથી MGVCL વીજળી ખરીદે છે. 24 કલાકમાં આવા 15 મિનિટના કુલ 96 સ્લોટ હોય છે. રજાના દિવસે ઉદ્યોગો બંધ રહેતા માંગ ઘટે છે રજાના દિવસે લોકો ઘરે હોવાથી એસી, કુલર અને ટીવીનો વપરાશ વધે છે, પરંતુ ઉદ્યોગો બંધ હોવાથી કુલ માંગમાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે કુલ વીજ વપરાશમાં ઉદ્યોગોનો હિસ્સો 30% જેટલો હોય છે. દિવસ દરમિયાન સરેરાશ 70% વીજ વપરાશ થતો હોય છે.જ્યારે રાત્રે વીજમાંગ 30 ટકા હોય છે. જોકે વિસ્તાર મુજબ તેમાં ફેરફાર થતાં રહે છે. વડોદરાની દૈનિકમાંગ 210 મેગાવોટને પાર MGVCLના કાર્યક્ષેત્રમાં વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર, આણંદ, દાહોદ અને ખેડા સહિત કુલ 7 જિલ્લા આવે છે.
    Click here to Read More
    Previous Article
    પાલિકાની ચૂંટણીને લઈને તડામાર તૈયારી:પાલિકાની ચૂંટણીને લઈને ભાજપના ઉજાગરા, પ્રમુખે હોદ્દેદારોને વૉર્ડની સ્થિતિ અંગે સવાલો પૂછ્યાં
    Next Article
    વિશ્વામિત્રી માટે તીખા તેવર:હ્યુમન રાઇટ્સ કમિટીનો બળાપો, નદીમાંથી મે પહેલાં કાટમાળ કાઢો નહીં તો હાથ ઊંચા કરી દો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment