Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈડર બેઠકના ઓબ્ઝર્વર શ્યામ યાદવની દાદાગીરી‎:હિંમતનગરમાં આપ નેતાએ બાઈક સવારને ટક્કર મારીને ધમકી આપી

    4 days ago

    ​હિંમતનગર શહેરના છાપરીયા ચાર રસ્તા પાસે મંગળવારે સાંજે રોડ પર જોખમી રીતે બાઈક ચલાવતા આમ આદમી પાર્ટીના ઈડર વિધાનસભા બેઠકના ઓબ્ઝર્વર શ્યામ યાદવ અને તેના સાથીદારે એક એક્ટિવા સવારને ટક્કર મારી બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે એ-ડિવિઝન પોલીસે ગૂનો નોંધી તુજે માર કે ચલા જાઉંગા, મેં બિહાર કા હૂં ની ધમકી આપનારને પકડવા તજવીજ હાથ ધરી હતી. હિંમતનગરના ​મોન્ટુપુરી ગોસ્વામી (ઉ.વ. 39) વ્યવસાયે ડ્રાઈવર છે. ગત મંગળવાર, 24 માર્ચના રોજ સાંજે 7:15 કલાકે તેઓ પોતાનું એક્ટિવા GJ-09-DS-7000 લઈને નવા ગામથી મોતીપુરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આગળ જઈ રહેલા બાઈક GJ-31-L-3985 ના ચાલકે તેનું બાઈક રોડ પર જોખમી રીતે રેલાવતા (ઝિગ-ઝેગ મોન્ટુપુરીએ તેને બાઈક સીધી ચલાવવા ટકોર કરી હતી. ​આ ટકોરથી ઉશ્કેરાયેલા બાઈક ચાલકે છાપરીયા ચોકડી પાસે ખેતીવાડી બેંક નજીક મોન્ટુપુરીના એક્ટિવાને સાઈડમાં ટક્કર મારી હતી. બાઈક પર પાછળ બેઠેલા શ્યામ યાદવે ઉશ્કેરાઈને હિન્દીમાં ધમકી આપતા કહ્યું હતું કે, જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું.મારું‎ નામ શ્યામ યાદવ છે અને હું‎ બિહારનો છું, તને મારીને જતો‎ રહીશ. ​ હિંમતનગર‎ એ-ડિવિઝન પોલીસે આ મામલે‎ બી.એન.એસ.ની કલમ 281, 352, 351(2), 54 અને મોટર‎ વાહન અધિનિયમની કલમ‎ 177, 184 મુજબ ગુનો નોંધી‎ વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કરો રામજીના અલૌકિક મંદિરના દર્શન:વડાલીનું પ્રાચીન રામજી મંદિર સદીઓ જૂની સંસ્કૃતિનું પ્રતિક
    Next Article
    3 પવિત્ર મંદિરોના નિર્માણ માટે ઉછામણી મહોત્સવ:પાલનપુરમાં આજે નૂતન રામજી મંદિર,જગન્નાથ મંદિર,અંબાજી મંદિરના નિર્માણ માટે ઉછામણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment