Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરો રામજીના અલૌકિક મંદિરના દર્શન:વડાલીનું પ્રાચીન રામજી મંદિર સદીઓ જૂની સંસ્કૃતિનું પ્રતિક

    4 days ago

    વડાલીના પશ્ચિમ ભાગમાં આઝાદ ચોક પાસે આવેલું પ્રાચીન રામજી મંદિર મધ્યકાલીન યુગથી સંસ્કૃતિ અને સામાજિક એકતાનું અજોડ પ્રતિક છે. આ મંદિરની સ્થાપના ઉત્તર પ્રદેશથી પધારેલા મહંત લક્ષ્મણદાસજીના માર્ગદર્શન હેઠળ થઈ હતી. તેમણે આસપાસના 13 ગામોના કડવા પટેલ સમાજને સંગઠિત કરી, લોકફાળા દ્વારા આ ભવ્ય ઠાકોરદ્વારનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ ભક્તો માટે અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે. સંત પરંપરા અને સમૃદ્ધિ મહંત લક્ષ્મણદાસજીએ અહીં અખાડાની પરંપરા મુજબ અખંડ ધૂણી પ્રજ્વલિત કરી હતી, જે આજે પણ મંદિરની પવિત્રતા અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિક છે. તેમના શિષ્ય રઘુનંદનજી મહારાજ, જેઓ સિદ્ધ મહાત્મા તરીકે જાણીતા હતા, તેમના સમયમાં મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. લોકવાયકા મુજબ, તે સમયે મંદિરની સમૃદ્ધિ એટલી હતી કે ઠાકોરદ્વારના આંગણે ગજરાજ (હાથી) પણ બંધાતો હતો. મંદિરના ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામચંદ્રજી, માતા સીતાજી અને લક્ષ્મણજીની મનોહર પ્રતિમાઓ બિરાજમાન છે, જ્યારે પ્રવેશદ્વાર પાસે હનુમાનજીની ભવ્ય મૂર્તિ ભક્તોમાં વિશેષ આસ્થા જગાવે છે. આજે પણ આ મંદિર ભક્તો માટે માનસિક શાંતિ અને આત્મિક સંતોષનું કેન્દ્ર છે. મહંતો દ્વારા સિંચાયેલા સંસ્કારો અને આધ્યાત્મિક જ્યોત આજે પણ વડાલીના જનજીવનમાં જીવંત રહી પેઢી દર પેઢી પ્રેરણા આપી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગરબા મહોત્સવની અનોખી પરંપરા:ગઢોડામાં 67 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ ગરબા
    Next Article
    ઈડર બેઠકના ઓબ્ઝર્વર શ્યામ યાદવની દાદાગીરી‎:હિંમતનગરમાં આપ નેતાએ બાઈક સવારને ટક્કર મારીને ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment