Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરબા મહોત્સવની અનોખી પરંપરા:ગઢોડામાં 67 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ ગરબા

    4 days ago

    હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં આસો માસને બદલે ચૈત્ર માસમાં માતાજીની આરાધના સહિત નવ દિવસનો ગરબા મહોત્સવ યોજાય છે. છેલ્લા 67 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જે તે સમયે ચૈત્ર મહિનામાં માતાજીના મંદિરનો પુન: નિર્માણ કરવામાં આવ્યો હતો અને તે સમયે ચૈત્ર મહિનામાં ગરબા મહોત્સવનું આયોજન કરવા નિર્ણય લેવાયો હતો. જે આજ દિન સુધી અકબંધ જળવાઈ રહ્યો છે. આ સિવાય ગ્રામજનો બીજી કોઈ સ્પષ્ટતા કરવા અસમર્થ થતા દાખવી રહ્યા છે. સામાન્ય રીતે ભારત વર્ષમાં ચાર નવરાત્રીઓનું મહત્વ હિન્દુ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે જેમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રિ, અને પુષ્ય નવરાત્રીનો સમાવેશ થયો છે જે પૈકીની ચૈત્રી ગઢોડામાં 67 વર્ષથી ચૈત્રી‎ નવરાત્રીમાં 9 દિવસ ગરબા‎ નવરાત્રીનું અનેરું મહત્વ હોય‎ છે. ચૈત્ર મહિનાના શુકલપક્ષની‎ પ્રતિ પ્રદા તિથિ એટલે ચૈત્રી‎ નવરાત્રીનો પ્રારંભ. આ ચૈત્રી‎ નવરાત્રી નવ દિવસ માતા‎ દુર્ગાની પૂજા વિધિ વિધાનથી‎ કરવામાં આવે છે. ચૈત્રમાં મંદિરનું પુન:નિર્માણ કરાયા બાદ પ્રથા શરૂ થઈ‎ ચૈત્ર મહિનામાં માતાજીના મંદિરનું પુન:નિર્માણ કરાયા બાદ આ પ્રથા શરૂ કરાઈ હોવાનું ગામના લોકો જણાવે છુ. આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવી પહોંચતા હોય છે. નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે ને નવમા દિવસે ગઢ ભવાની માતાજીના મંદિર ખાતે રામનવમીનું હવન યોજાતું હોય છે. આ હવનના દિવસે લોકમેળો પણ યોજવામાં આવતો હોય છે અને મોટી સંખ્યામાં લોકો હવનનો અને મેળાનો લાભ લેતા હોય છે
    Click here to Read More
    Previous Article
    ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રીપોર્ટ:12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ; પોલીસનો દાવો- અમુક ચોરી થયો, કેટલોક ઉંદર ખાઈ ગયા
    Next Article
    કરો રામજીના અલૌકિક મંદિરના દર્શન:વડાલીનું પ્રાચીન રામજી મંદિર સદીઓ જૂની સંસ્કૃતિનું પ્રતિક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment