Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રીપોર્ટ:12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ; પોલીસનો દાવો- અમુક ચોરી થયો, કેટલોક ઉંદર ખાઈ ગયા

    3 days ago

    ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખતોવખત ગુજરાતમાંથી, દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડ્યાના આંકડા પણ આવે છે. પરંતુ આ ડ્રગ્સ પકડાઇ ગયાં બાદ તેનું શું થાય છે તે કોઇ કહેતું નથી. ભારતના ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રીપોર્ટમાં બહાર આવ્યું છે કે 12 વર્ષમાં પોલીસે પકડેલાં ડ્રગ્સમાંથી 2,332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં અને ચોર ચોરી ગયાં. વાત આશ્ચર્યજનક લાગે તેવી છે પણ પોલીસ અધિકારીઓએ જ પોતાના ખુલાસામાં આવી વિગતો જણાવી છે. કેગે પોતાના અહેવાલમાં નોંધ્યું છે કે, એડીજીપી સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરના રેકોર્ડ મુજબ ગુજરાત પોલીસની એસઓજી સહિતની એજન્સીઓએ ઓગસ્ટ 2010થી નવેમ્બર 2022 સુધીના લગભગ બાર વર્ષના ગાળા દરમિયાન કુલ 6,510.54 કિલો અને 848 બોટલ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. સીઆઇડી ક્રાઇમે મોટાપાયે ઓગસ્ટ 2021થી નવેમ્બર 2024 સુધીમાં આ ડ્રગ્સનો નિકાલ કર્યો. જોકે ઓક્ટોબર 2022થી જુલાઇ 2023 દરમિયાન નિકાલ કરાયેલો જથ્થો 4,177.86 કિલો નોંધાયો. આમ તેમાં જપ્ત કરાયેલાં જથ્થા કરતાં 2,332.68 કિલો એટલે કે 35 ટકા જથ્થાનો તફાવત હતો. આ અંગે ગૃહ વિભાગે ખુલાસો પૂછતા એડીજીપી સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, લગભગ 144.180 કિલો ગાંજો તેમાંથી ચોરી થઇ ગયો જ્યારે બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં. આ ઉપરાંત ગાંજો અને અફીણ લાંબો સમય સુધી પડી રહ્યાં તેથી તેમાંથી ભેજ શોષાઇ ગયો હોવાથી વજનમાં ઘટ આવી ગઇ. કેગે નોંધ્યું કે, આટલાં મોટા જથ્થામાંથી આંશિક જથ્થાની આવાં કારણોસર ઘટ આવી શકે પણ આટલાં મોટાં પ્રમાણમાં આવેલો તફાવત પુનર્વિચાર માગી લે છે. અર્થાત કેગને પણ પોલીસ અધિકારીઓની નિયત પર શંકા ગઇ છે. ડ્રગ્સ રાખવાના ઓરડામાં ખાળે ડૂચા અને દરવાજા મોકળા કેગ દ્વારા પોતાના અહેવાલમાં એક તસવીર રજૂ કરવામાં આવી છે જે પોલીસ સ્ટેશનનો એક સાવ નકામો ઓરડો હોય તેવું લાગે છે. આ ઓરડામાં જ પકડાયેલું ડ્રગ્સ રાખવામાં આવતું હોવાનું પોલીસે કેગને જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    In Kerala, Kharge, Rahul allege secret deal between CPIM, BJP
    Next Article
    ગરબા મહોત્સવની અનોખી પરંપરા:ગઢોડામાં 67 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ ગરબા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment