Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટાફની અછતથી હાલાકી:જનસેવા કેન્દ્રમાં શહેરી વિભાગમાં લાંબી કતાર લાગી, ગ્રામ્ય ખાલીખમ

    1 week ago

    નવસારી મામલતદાર કચેરીમાં નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારના બે જનસેવા કેન્દ્ર આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારના જનસેવા કેન્દ્રમાં લાંબી લાઇન લાગે પણ ગ્રામ્ય વિસ્તારમાં લાઇન લાગતી નથી. જેને લઇ એક બાજુ લાઇન તો બીજી બાજુ ઓપરેટર એમ જ હોય આ વિસંગતા દૂર કરવા સામાજિક આગેવાનોએ વહીવટી તંત્રને અપીલ કરી છે. નવસારી મામલતદાર કચેરીમાં શહેર અને ગ્રામ્ય જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા, જાતિના દાખલા, આવાસ યોજના, ક્રિમિલિયરના દાખલા, રેશન કાર્ડમાં સુધારો સહિતના અનેક દાખલા કઢાવવા માટે લોકો આવે છે. જેમાં શહેરી વિસ્તારોમાં વધારો થવાને કારણે લોકોની લાઇન જન સેવા કેન્દ્રોમાં લાગે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગામો ઓછા થવાને લીધે લોકો પોતાના કામો સરળતાથી કરાવી જાય છે. જેને લઇ વિસંગતતા ઊભી થઈ છે. આગામી દિવસોમાં વેકેશન દરમિયાન વિવિધ દાખલા કઢાવવા માટે લાઇન લાંબી લાગશે ત્યારે શું હાલત થશે તે બાબતે વહીવટી તંત્રે અત્યારથી જ સુવિધા ઉપલબ્ધ કરાવી આપવી પડશે. સ્ટાફના અભાવે કામગીરી અટકશે‎ હાલમાં શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારના જનસેવા‎કેન્દ્રમાં સ્ટાફ પણ બહુ ઓછો છે. જેથી વેકેશન દરમિયાન‎જ્યારે લોકો પોતાના કામ માટે આવશે ત્યારે સ્ટાફના‎અભાવે લોકોને અગવડતા પડશે. જેથી હમણાંથી જ સ્ટાફ‎વધારવામાં આવે એવી માગ છે.‎ શહેરી વિસ્તારમાં 12 ગામો સમાવ્યા છે નવસારી મનપામાં 12 ગામોના લોકોનો સમાવિષ્ટ થતા તે વિસ્તારના લોકોએ પણ શહેરી જનસેવા કેન્દ્રોમાં પોતાના કામ માટે જાય છે. શાળા ચાલુ થશે ત્યારે વિવિધ દાખલા માટે લાંબી લાઇનો લાગશે તે નક્કી છે. સ્ટાફના અભાવે કામગીરી અટકશે હાલમાં શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારના જનસેવા કેન્દ્રમાં સ્ટાફ પણ બહુ ઓછો છે. જેથી વેકેશન દરમિયાન જ્યારે લોકો પોતાના કામ માટે આવશે ત્યારે સ્ટાફના અભાવે લોકોને અગવડતા પડશે. જેથી હમણાંથી જ સ્ટાફ વધારવામાં આવે એવી માગ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:નવસારીમાં વિજલપોરના બે વોર્ડના કુલ‎મતદાર જેટલા એક જ વોર્ડ 13 ના મતદારો‎
    Next Article
    વેધર રિપોર્ટ:ગરમીનો પારો 37.5 ડિગ્રીએ પહોંચતા રસ્તા સુમસામ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment