Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:ગરમીનો પારો 37.5 ડિગ્રીએ પહોંચતા રસ્તા સુમસામ થયા

    1 week ago

    નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધ-ઘટ નોંધાતા લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ રવિવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયા બાદ સોમવારે પારો વધીને 37.5 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જેણે નાગરિકોને અકળાવી મૂક્યા હતા. બુધવારે પણ ગરમીનું જોર યથાવત રહ્યું હતું. બપોરના સમયે મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજના પ્રમાણમાં જોવા મળેલા મોટા તફાવતે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સવારે ભેજનું પ્રમાણ 87 ટકા રહેતા અસહ્ય બફારો અનુભવાયો હતો, જ્યારે બપોરે તે ઘટીને 34 ટકા થઈ ગયું હતું. પવનની દિશા ઉત્તર-પૂર્વની રહી હતી અને તેની ગતિ પ્રતિ કલાકે 2.9 કિમી નોંધાઈ હતી. કાળઝાળ ગરમી અને લૂના કારણે બપોરના સમયે શહેરના મુખ્ય રાજમાર્ગો પર લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી. કામ વગર બહાર નીકળવાનું ટાળતા રસ્તાઓ સુમસામ ભાસતા હતા. આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની શક્યતાને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટાફની અછતથી હાલાકી:જનસેવા કેન્દ્રમાં શહેરી વિભાગમાં લાંબી કતાર લાગી, ગ્રામ્ય ખાલીખમ
    Next Article
    ટ્રેનની ટક્કરથી મોત:મરોલી પાસે ટ્રેક રિપેરીંગ દરમિયાન ટ્રેનની અડફેટે આવતા રેલવે કર્મીનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment