Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનની ટક્કરથી મોત:મરોલી પાસે ટ્રેક રિપેરીંગ દરમિયાન ટ્રેનની અડફેટે આવતા રેલવે કર્મીનું મોત

    1 week ago

    જલાલપોર તાલુકાના પોંસરા ગામની હદમાં તા.23 માર્ચના રોજ અમદાવાદથી મુંબઈ રેલવે ટ્રેક પર કામ કરી રહેલા એક પરપ્રાંતિય યુવાનનું ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. નવસારીમાં હાલ રહી રેલવેમાં નોકરી કરતા સંગમસિંગ સહાબસિંગ યાદવ (ઉ.વ. 35, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) તા.23 માર્ચના રોજ પોતાના સાથી કર્મચારીઓ સાથે થાંભલા નં-247/7 થી 247/9 વચ્ચે પાટા રિપેરીંગ અને બોલ્ટ ફિટિંગનું કામ કરી રહ્યા હતા. રાત્રિના આશરે 11.30 કલાકે ટ્રેન શરૂ થવાની હોવાની સૂચના મળતા તેમને ટ્રેક પરથી હટી જવા ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે, કમનસીબે તેઓ સમયસર હટી શક્યા ન હતા. થોડી જ ક્ષણોમાં ત્યાંથી પસાર થયેલી વડનગર-વલસાડ ટ્રેનની અડફેટે સંગમસિંગ આવી ગયા હતા. ટ્રેન અડફેટે આવેલા સંગમસિંગનું ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ મોત થયું હતું. ભાસ્કર એક્સપર્ટ ફોન પર ગાડી આવી રહી છે એમ કહીં ચેતવ્યા "અમે રાત્રે અમદાવાદ-મુંબઈ અપ લાઈન પર પાટા રિપેરીંગનું કામ કરી રહ્યા હતા. મેં સંગમસિંગને રાત્રે 11.30 વાગ્યે ફોન કરીને ચેતવ્યા હતા કે ગાડી ચાલુ થઈ ગઈ છે, તમે પાટા પરથી દૂર ખસી જાવ. તેમણે "ઠીક હૈ’ કહી ફોન મૂક્યો હતો પરંતુ થોડી જ વારમાં સ્ટેશન માસ્ટરનો ફોન આવ્યો કે સંગમસિંગ ટ્રેનની અડફેટે આવી ગયા છે. ઘટનાસ્થળે જતાં જોયું તો તેમનું મોત નિપજ્યું હતું.' > વિજયભાઈ મીણા, સાથી કર્મચારી.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:ગરમીનો પારો 37.5 ડિગ્રીએ પહોંચતા રસ્તા સુમસામ થયા
    Next Article
    ઝળહળતી સિદ્ધિ:પ્રખરતા શોધ કસોટીમાં એ બી સ્કૂલના છાત્રોની રાજ્યસ્તરે ઝળહળતી સિદ્ધિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment