Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝળહળતી સિદ્ધિ:પ્રખરતા શોધ કસોટીમાં એ બી સ્કૂલના છાત્રોની રાજ્યસ્તરે ઝળહળતી સિદ્ધિ

    1 week ago

    જિલ્લાના પ્રતિષ્ઠિત એ બી સ્કૂલ, પરતાપોર ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં સફળ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજાયેલી ધોરણ-9 ની પ્રખરતા શોધ કસોટી (જાન્યુઆરી–2026) માં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતાની ક્ષમતાનો ઉત્તમ પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત કસોટીમાં શાળાના 4 વિદ્યાર્થીઓ રુદ્ર નાયક, પ્રાર્થન આહીર, કેનિશા પટેલ અને ઝલક ગાંધીએ ગુજરાત રાજ્યના ટોપ-1000 ની યાદીમાં સ્થાન મેળવી મેરીટમાં સ્થાન મેળવ્યું છે, જે માત્ર શાળાના પૂરતું જ નહીં પરંતુ સમગ્ર નવસારી જિલ્લામાં ગૌરવનો વિષય બની રહ્યો છે. આ સિદ્ધિ શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા, સંસ્કારસભર માહોલ અને વિદ્યાર્થીઓના સઘન પરિશ્રમનું પ્રતિબિંબ છે. શાળાના ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલ તથા શિક્ષકમંડળે આ પ્રસંગે વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે એ બી સ્કૂલ હંમેશા વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન સુધી મર્યાદિત રાખતી નથી, પરંતુ તેમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા પ્રેરણા આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનની ટક્કરથી મોત:મરોલી પાસે ટ્રેક રિપેરીંગ દરમિયાન ટ્રેનની અડફેટે આવતા રેલવે કર્મીનું મોત
    Next Article
    6.54 લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો:સમરોલી બ્રિજ પાસે દારૂનો ‎જથ્થો ભરેલી કાર પકડાઇ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment