Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6.54 લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો:સમરોલી બ્રિજ પાસે દારૂનો ‎જથ્થો ભરેલી કાર પકડાઇ‎

    1 week ago

    નવસારી એલસીબીએ સમરોલી ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ કરી હતી. નવસારી એલસીબી પીઆઇ એસ.વી.આહીર, હે.કો ગણેશ દીનુ, યુવરાજસિંહ જુવાનસિંહ, બ્રિજેશ સતિષચંદ્ર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે કાર (નં. જીજે-15-સીબી-6667)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સુરત લઈ જવાય રહ્યો છે. આ બાતમીના આધારે નવસારી એલસીબીએ સમરોલી ઓવરબ્રિજ ઉતરતા વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકી તલાસી લેતા વિદેશી દારૂ, વોડકા, ટીન-બિયરની નાની મોટી 984 બોટલ રૂ. 2.94 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ સહિત કાર રૂ. 3 લાખ, 2 મોબાઇલ મળી રૂ. 6.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક સાવન હિરૂભાઈ હળપતિ (રહે. કિલ્લા પારડી, તા.પારડી, જિ.વલસાડ)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર સોહેલ (રહે.દમણ) તથા દારૂનો જથ્થો ભરાવનાર સાગર ઉર્ફે રાજ પાટીલ (રહે.સુરત)ને વોન્ટેડ જાહેર કરી નવસારી એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઝળહળતી સિદ્ધિ:પ્રખરતા શોધ કસોટીમાં એ બી સ્કૂલના છાત્રોની રાજ્યસ્તરે ઝળહળતી સિદ્ધિ
    Next Article
    આદિવાસી યુવાને અસાધારણ ઝડપથી સૌનું ધ્યાન ખેંચ્યું:આંબાબારીના રણજીતે 100 મીટરમાં ગોલ્ડ-200 મીટરમાં સિલ્વર મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment