Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમી વિશેષ:દક્ષિણ ગુજરાતના અનેક પૌરાણિક સ્થળો ભગવાન રામની વનવાસ કથા સાથે જોડાયેલા છે

    1 week ago

    ગુરુવાર ને ચૈત્રી નવમી હોય રામનવમી છે. ગુજરાતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભગવાન રામ વનવાસ વેળા આવ્યા હોવાની કથા છે. મહત્વની બાબત એ છે કે રામ જે પંચવટી ગયા તે આજનું નાસિક કહેવાય છે. તેની નજીકના જ આ દક્ષિણ ગુજરાતના પૌરાણિક સમયે ઓળખાતો દંડકારણ્ય વિસ્તારો છે. અહીંના ડાંગ જિલ્લામાં આવેલ સુબીર નજીક શબરીધામ છે જ્યાં રામજીનું માતા શબરી સાથે મિલન થયું હતું. અહીં ગુજરાત ટુરિઝમ વિકાસ કરી રહી છે. આ શબરીધામ નજીક પંપા સરોવર છે, જ્યાં શબરીમાતાના ગુરુ માતંગ ઋષિનો આશ્રમ હોવાની કથા છે. ડાંગમાં જ અંજનીકુંડ ગામ પણ છે જે રામભક્ત હનુમાનજીનું જન્મસ્થાન મનાય છે. આ જન્મસ્થાન હોવાને લઇ ડાંગ જિલ્લાના તમામ ગામોમાં એક હનુમાન મંદિર પણ એક ભક્ત દાતા બનાવી રહ્યાં છે. ડાંગની નજીક નવસારીનું પ્રસિદ્ધ ઉનાઇ યાત્રાધામ છે અને અહીં ગરમ પાણીના કુંડ છે. માતા સીતાજીએ અહીં ગરમ પાણીનું સ્નાન કર્યું અને ‘હું નાઈ'' પરથી ‘ઉનાઇ'' નામ પડ્યાની માન્યતા છે. દક્ષિણ ગુજરાતના જ નાસિક ‘પંચવટી'' નજીકના ધરમપુર તાલુકામાં એક ગામ મરઘમાળ આવેલ છે. આ ગામનું નામ ભૂતકાળમાં પૌરાણિક મૃગમાળ પરથી પડ્યાનું કહેવાય છે.અહીં ભગવાન રામે માયાવી મૃગને માર્યાની કથા છે અને મૃગમાળ સમય જતા મરગમાળ થયું. મહત્વની વાત એ છે કે અહીંની નદી નજીક રામકુંડમાં રામના પગલા પડ્યા હોવાની કથા હોય ગામના એક ફળિયાનું નામ રામકુંડ પણ પડ્યું. આ ઉપરાંત દ.ગુજરાતના પદમડુંગરી અને તેની નજીકના તાપી, સુરત જિલ્લાના વિસ્તારોમાં પણ રામ સાથે જોડાયેલ કથા યા આસ્થા છે.
    Click here to Read More
    Previous Article
    કરુણાંતિકા સર્જાઈ:નવસારીના મોટી ચોવીસી તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મૃત્યુ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:નવસારીમાં વિજલપોરના બે વોર્ડના કુલ‎મતદાર જેટલા એક જ વોર્ડ 13 ના મતદારો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment