Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરુણાંતિકા સર્જાઈ:નવસારીના મોટી ચોવીસી તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મૃત્યુ

    1 week ago

    નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોટી ચોવીસી ગામના તળાવમાં ડૂબી જવાથી 35 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીના પસ્તાકીયાની ચાલમાં રહેતા રોકી અરૂણભાઇ રાઠોડ (ઉ.વ. 35) ગત 20 માર્ચના રોજ રાત્રે ઘરેથી "બ્રહ્માણી માતાજીના મંદિરની સાલગીરી છે' તેમ કહીને નીકળ્યા હતા. મંદિર પાસે આવેલા તળાવના કિનારે બાકડા પર બેઠા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. મૃતકના ભાઈ અભી રાઠોડે પોલીસને આપેલી જાહેરાત મુજબ, રોકી રાઠોડ દારૂ પીવાની આદત ધરાવતા હતા. રાત્રિના સમયે દારૂના નશામાં હોવાથી તળાવ કિનારે બેસતી વખતે શરીરનું સંતુલન ગુમાવતા તેઓ પાણીમાં ખાબક્યા હતા અને ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું. 24 માર્ચના રોજ સવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તંત્ર એક્શન મોડમાં:નવસારીમાં કોમર્શિયલ ગેસની અછતને પગલે તંત્ર એક્શનમાં, હોટલવાળા પાસે વિગતો માગી
    Next Article
    રામનવમી વિશેષ:દક્ષિણ ગુજરાતના અનેક પૌરાણિક સ્થળો ભગવાન રામની વનવાસ કથા સાથે જોડાયેલા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment