Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર એક્શન મોડમાં:નવસારીમાં કોમર્શિયલ ગેસની અછતને પગલે તંત્ર એક્શનમાં, હોટલવાળા પાસે વિગતો માગી

    1 week ago

    ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે સ્થાનિક સ્તરે પણ વર્તાવા લાગી છે. આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ખોરવાતા ભારતભરમાં એલપીજી ગેસની અછત ઊભી થઈ છે, જેની સીધી અસર નવસારી જિલ્લાના હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ પર જોવા મળી રહી છે. નવસારીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના પુરવઠામાં અનિયમિતતા આવતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં કેટલીક જગ્યાએ ગેસના અભાવે ખાણી-પીણીની હોટલો અને નાના રેસ્ટોરાં બંધ રાખવા પડી રહ્યાં છે અથવા મેનુમાં દર્શાવેલ પુરતી વસ્તુ ગેસના અભાવે આપી કે બનાવી શકતા નથી. ગ્રાહકોની અવરજવર હોવા છતાં રાંધણ ગેસ ન હોવાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા હોટલ અને રેસ્ટોરાં સંચાલકોને વિશેષ ફોર્મ આપીને તેમની માસિક ખપત અંગેની વિગતો મંગાવાઇ છે. આ ફોર્મમાં સંચાલકોએ તેમની હોટલમાં દર મહિને કેટલા કોમર્શિયલ ગેસની જરૂરિયાત રહે છે તેની સ્પષ્ટ માહિતી આપવાની રહેશે. 200 મોટી હોટલ પાસે આંકડા મંગાવાયા જિલ્લામાં હોટલ ઉદ્યોગનો વ્યાપ ઘણો મોટો છે. મોટી હોટલની વાત કરીએ તો આશરે 200 જેટલી (40 થી 50 લોકોની બેઠક ક્ષમતા ધરાવતી) અને નાની હોટલ આશરે 800થી 900 જેટલી (40 થી ઓછી બેઠક ક્ષમતા ધરાવતી) છે. તંત્ર દ્વારા તમામ નાની-મોટી હોટલોના માસિક વપરાશના આંકડા મંગાવવામાં આવ્યા છે, જેથી આગામી સમયમાં ગેસના પુરવઠાનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકાય અને આર્થિક નુકસાન અટકાવી શકાય. > સુરેશભાઇ પાંડે, પ્રમુખ, નવસારી જિલ્લા હોટલ એસોસિએશન
    Click here to Read More
    Previous Article
    નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત:સિસોદરા પાટીયા પાસે ટ્રાવેલ્સની બસ ડિવાઈડર કૂદીને પલટી ગઇ
    Next Article
    કરુણાંતિકા સર્જાઈ:નવસારીના મોટી ચોવીસી તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment