Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:લિવ ઈન રીલેશનશીપમાં યુવતી પર છરી વડે હુમલો

    3 days ago

    જામનગર શહેરમાં લીવ ઈન રીલેશનશીપમાં રહેતી યુવતી પર ખોટી શંકાઓ કરીને છરી વડે શખસે હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના પટેલ કોલોની, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં રહેતી ક્રીષ્નાબેન નામની યુવતી દોઢેક માસથી આરોપી વિજયભાઈ કરશનભાઈ કુકડીયા સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેતા હતા. આ દરમિયાન આરોપી વિજયએ યુવતી ઉપર ખોટી શંકાઓ કરીને ગત તા.23ના રોજ અપશબ્દો બોલીને પટ્ટા, ધોકા વડે માર માર્યો હતો. એકદમ ઉશ્કેરાઈ જઈને સાંજના સમયે ફરી છરી વડે હુમલો કર્યો હતો. યુવતીના સાથળના ભાગે તેમજ માથાના ભાગે મુંઢ ઈજા પહોંચાડી હતી, અને ઘરમાંથી કાઢી મુકી હતી. ઈજાગ્રસ્ત યુવતીએ ઘરની બહાર નિકળતા જોર જોરથી રડતી હોવાથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ યુવતીએ આરોપી વિજય કુકડીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી રિક્ષાચાલકની ધરપકડ માટે સઘન શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રોષ:શહેરના લીમડા લાઈનમાં ખાનગી શાળામાં રૂ.4,500ના વધારાથી વાલીઓમાં આક્રોશ
    Next Article
    કૃષિ:હાપા યાર્ડમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment