Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ:હાપા યાર્ડમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ

    3 days ago

    જામનગરમાં હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે બુધવારથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. જેમાં મેસેજ દ્વારા 25 જેટલા ખેડુતોને બોલાવવામાં આવ્યા હતા અને ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવી હતી.ખેડુતોને રવિ સીઝનના પાકમાં ચણા અને રાયડાના પુરતા પ્રમાણમાં ભાવ મળી રહે, તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચણાના પ્રતિ ક્વિન્ટલના રૂ.5,875 તેમજ રાયડાના પ્રતિ ક્વિન્ટલના રૂ.6200 ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેથી ખેડુતોને પોષણક્ષમ પાકના ભાવ મળી રહે. ચણા અને રાયડાના વેચાણ માટે ખેડુતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બુધવારથી ટેકાના ભાવે સરકારે ખરીદીનો પ્રારંભ કર્યો હતો. જેમા઼ હાપા યાર્ડમાં ટેકાના ભાવે ચણા-રાયડાની ખરીદીનો પ્રારંભ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરીના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રજીસ્ટ્રેડ થયેલા ખેડુતો પૈકીના 25 જેટલા ખેડુતોને પ્રથમ દિવસે બોલાવવામાં આવ્યા હતા. તો જિલ્લાના અન્ય સેન્ટરો ઉપર પણ ચણા-રાયડાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:લિવ ઈન રીલેશનશીપમાં યુવતી પર છરી વડે હુમલો
    Next Article
    In Kerala, Kharge, Rahul allege secret deal between CPIM, BJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment