Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:ખેડૂતોની વ્યથા; દર વર્ષે ઉનાળામાં માવઠુ કેરીનો પાક બગાડે છે હવે તો આંબા કાપી અન્ય પાક તરફ વળીશું

    3 days ago

    જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની જેમ જ અમરેલી જિલ્લામાં પણ કેસર કેરીનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. થોડા દિવસ પહેલા આંધી તોફાન સાથે આવેલા પાકને કેરીને મોટુ નુકશાન કર્યું છે અને હવે માત્ર 40 ટકા જેટલો જ પાક બચ્યો છે. ત્યારે ખેડૂતોનું હૈયું કકળી ઉઠ્યું છે અને હવે ખેડૂતો આંબાવાડી સાફ કરી રોકડીયા પાક તરફ વળવાનું વિચારી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા, સાવરકુંડલા અને જાફરાબાદ તાલુકામાં કેસર કેરીનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. ખાસ કરીને ધારી પંથક કેસર કેરીનો ગઢ ગણાય છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આંબાવાડીઓ આવેલી છે અને લગભગ તમામ આંબાઓ કેસર કેરીના જ છે. ભાગ્યે જ છુટા છવાયા અન્ય પ્રકારની કેરીના આંબા અહીં જોવા મળે છે. પરંતુ હવે કેસર કેરીનો પાક લેતા ખેડૂતો મુંજાયા છે. કારણ કે પાછલા કેટલાક વર્ષોથી દર વર્ષે તેમને માવઠું કનડી રહ્યું છે. આંબામાં મોર ગમે તેટલો સારો હોય ખાખડીઓ પણ ભલે વધુ બંધાણી હોય પરંતુ કેરીનો પાક તૈયાર થાય તે પહેલા કમોસમી વરસાદ મોટુ નુકશાન પહોંચાડી દે છે. આ વર્ષે પણ અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં આંબામાં આવરણ સારૂ હતું. સારો મોર આવવા ઉપરાંત ખાખડીઓ પણ મોટા પ્રમાણમાં બેઠી હતી. જ્યારે કેટલાક વિસ્તારમાં પાક પ્રમાણમાં ઠીક ઠીક હતો. જો કે ગત સપ્તાહે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવી લીધો છે. માવઠાની સાથે ભારે ગતિથી પવન ફૂંકાયો હતો અને કરા પણ પડ્યા હતા. જેણે કેરીના પાકને મોટુ નુકશાન કર્યું છે. ખરી ગયેલી ખાખડીનો પણ બજારમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો નથી. ઓણસાલ આંબામાં કોળામણના કારણે પણ કેરી ખરી રહી છે. ઝર, મોરઝર, દીતલા, ધારગણી વિગેરે ગામના ખેડૂતો હવે આંબાવાડીઓ દૂર કરી અન્ય પાક તરફ જવા વિચારણા કરી રહ્યા છે. 700 મણ કેરીના બદલે માત્ર 200 મણ પાક છે આંધીના કારણે નાની અને મોટી કેરી ખરી પડી હતી. પાછતર આવરણ સારૂ હતું. પરંતુ આંધીએ ખેલ બગાડ્યો છે. ઓણસાલ 700 મણ કેરીની જગ્યાએ હાલમાં માંડ 200 મણ કેરી ઉતરે તેવા સંજોગો છે.> ઉકાભાઈ ભટ્ટી , વાડીમાં 144 આંબા ધરાવતા દિતલા ગામના ખેડૂત હવે આંબા કાઢવાનું વિચારૂ છું માવઠા અને આંધીએ કેરીનો પાક ખેરી નાખ્યો છે. દર વર્ષે આવી જ સ્થિતિ થાય છે. ઓણસાલ તો ગત વર્ષ કરતા પણ ઓછો પાક થશે. હવે આંબા કાઢી નાખવાનું વિચારૂ છું. > બિપીનભાઈ પુરોહિત,મોરઝર ગામમાં આંબાવાડી ધરાવતા ખેડૂત
    Click here to Read More
    Previous Article
    જિલ્લા સ્વાગત ફરિયાદ ‎નિવારણ કાર્યક્રમ યોજાયો:સ્માર્ટ મીટર અને જમીન માપણી સહિતની‎10 ફરિયાદોનું સ્થળ પર જ નિવારણ કરાયું‎
    Next Article
    તસ્કરી:અમરેલીમાં નારાયણ મીલ વિસ્તારમાં તાળું તોડી રૂપિયા 1.51 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment