Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓન લાઇન લગ્ન નોંધણીની અસર:રાજકોટ મનપામાં છેલ્લા દોઢ વર્ષમાં 151 યુગલોએ સગીર વયમાં લગ્ન કરી લીધાનું ખુલતા તમામ બ્લેકલિસ્ટ કરાયા

    13 hours ago

    રાજકોટ મહાપાલિકા દ્વારા જન્મ મરણના દાખલાની જેમ જ લગ્ન નોંધણી પણ ઓનલાઇન શરૂ કરાયા બાદ જાન્યુઆરી-2025થી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા દોઢ વર્ષમાં જ 151 સગીરોનાં લગ્ન (બાળલગ્ન) થયાનું ખુલતાં લગ્ન નોંધણી વિભાગ દ્વારા આ તમામ યુગલોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાપાલિકા દ્વારા ઓન લાઇન લગ્ન નોંધણીની પ્રક્રિયા શરૂ થયા બાદ માર્ચ-2026થી ઓગસ્ટ સુધીમાં 415 ઓનલાઇન લગ્ન નોંધણી કરવામાં આવી છે. જેમાં 151 યુગલોએ સગીર વયમાં લગ્ન કર્યાનું ખુલતા મેરેજ રજિસ્ટ્રેશન વિભાગએ કડક કાર્યવાહી કરી છે. હવે આ યુગલો ફરીવાર ક્યારેય લગ્ન નોંધણી કરાવી શકશે નહીં. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં વર્ષ 2026નાં માર્ચમાં 50,એપ્રિલ માસમાં 75, મે માસમાં 72, જૂન માસમાં 72, જૂલાઇ માસમાં 61 અને ઓગસ્ટ માસમાં 85 જેટલા ઓનલાઇન લગ્ન નોંઘણી કરવામાં આવી છે. એટલે કે ધીમે-ધીમે લગ્નની નોંધણી ઓનલાઈન કરાવનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થતાં સગીર વયમાં જ લગ્ન કરનાર યુગલો પણ સામે આવી રહ્યા છે. અગાઉ 2024ના વર્ષમાં 90 યુગલોએ નિર્ધારિત લગ્ન વય કરતાં વહેલા એટલે કે સગીર વયમાં જ લગ્ન કરી લીધાનું ખુલ્યા બાદ જાન્યુઆરી 2025થી ઓગસ્ટ-2026 સુધી આવા વધુ 151 કિસ્સા પ્રકાશમાં આવ્યા છેે. જેને લઈને આ તમામને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના મેરેજ રજીસ્ટ્રર વિભાગમાં લગ્ન સર્ટિફિેકટ માટે આવતા મોટા ભાગના યુગલો પારંપારિક રીતે લગ્ન કર્યા બાદ લગ્ન પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ) કઢાવવા આવતા હોય છે. નિયમ મુજબ યુગલો દ્વારા લગ્નનું સ્થળ તેમજ બન્નેના માતા-પિતાની સંમતિ સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. લગ્ન નોંઘણી માટે આવતા યુગલોએ ક્યાં સ્થળે લગ્ન કર્યા તે દર્શાવવું ફરજિયાત છે. જોકે, પરિવારની મંજૂરી વગર ઘેરથી ભાગીને મંદિરમાં, કોર્ટ મારફત કે પછી અન્ય કોઈ સ્થળે લગ્ન કરી લીધા હોય અને ત્યારબાદ જ્યારે, મેરેજ સર્ટિફિકેટની જરૂરિયાત ઉભી થાય ત્યારે આવા યુગલો દ્વારા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકના લગ્ન નોંધણી વિભાગમાં અરજી કરવામાં આવે હોય છે. મનપા દ્વારા ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન પ્રથમ પતિ અને પત્નીની ઉંમર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેમાં 2024ના એક વર્ષ દરમિયાન 90 યુગલો જેની ઉંમર18 વર્ષ કરતા ઓછી હોવા છતાં પણ લગ્ન કરીને લગ્ન નોંધણી માટે અરજી કરી હતી. આ પછી વર્ષ 2025માં જાન્યુઆરી માસથી ઓગસ્ટ માસ સુધીમાં વધુ 151 કિસ્સા ઓનલાઇન રજીસ્ટ્રેશન દરમિયાન પકડાયા છે જેમાં નિર્ધારિત લગ્ન વય કરતા નાની ઉંમરમાં લગ્ન કરી લેવાયા છેે. આ તમામ કિસ્સામાં મોટેભાગે યુવકની ઉંમર ઓછી હોવાનું નોંધવામાં આવ્યું છે. અમુક કિસ્સામાં યુગલોને સંતાન થઈ ગયા બાદ મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લગ્ન નોંધણી કરાવવા આવનારાની પુછપરછ દરમિયાન તેઓએ પોતાની ઉંમર 25 વર્ષથી વધુ હોવાનું જણાવ્યું હતું. પરંતુ લગ્ન સમયે તેઓ સગીર હોવાથી આ પ્રકારની તમામ અરજીનો અભ્યાસ કરી 2024ના એક વર્ષ દરમિયાન આવેલ 90 અરજી તેમજ 2025માં જાન્યુઆરી માસથી ઓગસ્ટ માસ સુધીમાં વધુ 151 કિસ્સા સામે આવતા તમામ અરજી અમાન્ય રાખી તમામ યુગલોના નામ સાથેના ડોક્યુમેન્ટને સેવ કરી બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે. જેથી હવે તેઓ રાજકોટ મનપામાં ક્યારેય લગ્નની નોંધણી કરાવી શકશે નહીં.
    Click here to Read More
    Previous Article
    લાલપુર યોગા ગ્રુપની બહેનોનો નિયમિત યોગાભ્યાસ:સ્વાસ્થ્ય, ખુશીઓ, ઉત્સાહ અને એકતાનો સંદેશ
    Next Article
    મહીસાગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ:જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેતીપાકોમાં ફાયદો, ખેડૂતોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment