Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 'દિશા' મીટિંગ: 462 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા:માર્ગ-મકાન વિભાગના 36 કામમાંથી 23 પૂર્ણ, 85 કરોડનો ખર્ચ

    1 week ago

    પાટણ જિલ્લામાં યોજાયેલી 'દિશા' મીટિંગમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25માં મંજૂર થયેલા રસ્તા, પુલો અને સરકારી મકાનોના બાંધકામની માર્ચ-2026 સુધીની ભૌતિક અને નાણાંકીય સિદ્ધિઓનો અહેવાલ રજૂ કરાયો હતો. જિલ્લામાં રસ્તા અને પુલોના કુલ 36 કામો માટે રૂ. 46206.55 લાખની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી હતી. જેમાંથી માર્ચ-2026 સુધીમાં 23 કામોમાં ભૌતિક સિદ્ધિ મેળવી કુલ રૂ. 8528.45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. બેઠકમાં બાકી રહેલા તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા સંબંધિત એજન્સીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તાલુકાવાર કામોની વિગતો મુજબ, પાટણ તાલુકાના 4 કામો માટે રૂ. 2812.00 લાખ મંજૂર કરાયા હતા, જેમાંથી 3 કામો પૂર્ણ અથવા પ્રગતિમાં લાવી રૂ. 548.23 લાખનો ખર્ચ થયો છે. સરસ્વતી તાલુકાના 1 કામ માટે રૂ. 578.31 લાખ મંજૂર કરાયા હતા, જેમાં રૂ. 5.74 લાખનો ખર્ચ નોંધાયો છે. સિદ્ધપુરમાં સૌથી વધુ 6 કામો માટે રૂ. 15255.00 લાખ મંજૂર કરાયા હતા, જેમાંથી 4 કામોની ભૌતિક સિદ્ધિ સાથે રૂ. 757.38 લાખનો ખર્ચ થયો છે. ચાણસ્માના 2 કામો માટે રૂ. 2510.00 લાખ મંજૂર કરી 1 કામની સિદ્ધિ સાથે રૂ. 1196.35 લાખ વપરાયા છે. હારીજમાં 6 કામો માટે રૂ. 7330.00 લાખ મંજૂર કરી 3 કામોમાં ભૌતિક સફળતા મેળવી રૂ. 3580.83 લાખનો ખર્ચ કરાયો છે. સમીના 5 કામો માટે રૂ. 5115.00 લાખ મંજૂર કરાયા હતા, જેની સામે 4 કામો પ્રગતિ હેઠળ લાવી રૂ. 2975.31 લાખનો ખર્ચ થયો છે. શંખેશ્વરના 1 કામ માટે રૂ. 3387.24 લાખ મંજૂર કરી રૂ. 24.58 લાખ ખર્ચાયા છે. રાધનપુરના 3 કામો માટે રૂ. 8466.00 લાખની જોગવાઈ સામે 1 કામમાં સિદ્ધિ મેળવી રૂ. 155.92 લાખનો ખર્ચ થયો છે. સાંતલપુરના 4 કામો માટે રૂ. 510.00 લાખ મંજૂર કરી 3 કામોની ભૌતિક સિદ્ધિ સાથે રૂ. 174.80 લાખનો ખર્ચ કરાયો છે. જિલ્લાના મુખ્ય રસ્તાઓના પ્રોજેક્ટ્સની સમીક્ષા દરમિયાન પાટણ-ઊંઝા રોડ પર નવીન ચાર માર્ગીય માઇનોર બ્રિજ બનાવવાની કામગીરી રૂ. 2000.00 લાખના ખર્ચે મંજૂર થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ કામગીરીમાં રૂ. 328.20 લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે અને તે હાલ પ્રગતિમાં છે.
    Click here to Read More
    Previous Article
    આજે દેશભરમાં UPSC પ્રિલિમિનરી પરીક્ષા:ગુજરાતમાં 35,000થી વધુ ઉમેદવારોની બે તબક્કામાં કસોટી; બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન બાદ જ પ્રવેશ
    Next Article
    વલસાડના ગાદીજી મંદિરે 151 વર્ષે પ્રથમવાર પ્રેરણા પર્વ:આજે છપ્પન ભોગ મનોરથ સાથે દ્વિદિવસીય ઉજવણીનો અંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment