Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે દેશભરમાં UPSC પ્રિલિમિનરી પરીક્ષા:ગુજરાતમાં 35,000થી વધુ ઉમેદવારોની બે તબક્કામાં કસોટી; બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન બાદ જ પ્રવેશ

    1 week ago

    કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા લેવાતી સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા આજે 24 મે, રવિવારના રોજ દેશભરની સાથે ગુજરાતમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાંથી આ વર્ષે 35,000થી વધુ ઉમેદવારો આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારોનું બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન કર્યા બાદ જ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, 2 કલાક પહેલાં એન્ટ્રી શરૂ સમગ્ર દેશમાં આ પરીક્ષા બે અલગ-અલગ શિફ્ટમાં યોજાઈ રહી છે, જેમાં પ્રથમ શિફ્ટ સવારે 09:30થી 11:30 વાગ્યા સુધીની છે. જ્યારે બીજી શિફ્ટ બપોરે 02:30થી 04:30 વાગ્યા સુધીની છે. પરીક્ષાના કડક નિયમોના ભાગરૂપે ઉમેદવારોને નિર્ધારિત સમય કરતાં બે કલાક વહેલા કેન્દ્ર પર રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું હતું. સવારની શિફ્ટ માટે સવારે 09:00 વાગ્યે અને બપોરની શિફ્ટ માટે બપોરે 02:00 વાગ્યે પરીક્ષા કેન્દ્રોના મુખ્ય પ્રવેશદ્વાર સત્તાવાર રીતે બંધ કરી દેવાયા હતા. અમદાવાદમાં 51 કેન્દ્રો પર કડક જાપતો, CCTVથી લાઇવ મોનિટરિંગ ગુજરાતના મુખ્ય સેન્ટર એવા અમદાવાદ શહેરમાં જ કુલ 51 જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષા દરમિયાન કડક ફ્રિસ્કિંગ રવામાં આવી છે. આ ઉપરાંત, દરેક પરીક્ષા કેન્દ્ર અને વર્ગખંડને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેનું કંટ્રોલ રૂમ ખાતેથી દિલ્હી અને સ્થાનિક નિરીક્ષકો દ્વારા લાઇવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અનીચ્છનીય ઘટનાઓ રોકવા માટે તમામ કેન્દ્રો પર લોકલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ઉમેદવારો કોઈ પણ ખલેલ વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડીને નીચે મુજબના આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો વ્યાપક ફેલાવો:ગટરના પાણીથી વેલ બેફામ ફેલાતા રોગચાળાનો ભય; કારોબારી ચેરમેને ગંદા પાણીનો આવરો બંધ કરવા પાલિકાને જાણ કરી
    Next Article
    પાટણમાં 'દિશા' મીટિંગ: 462 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા:માર્ગ-મકાન વિભાગના 36 કામમાંથી 23 પૂર્ણ, 85 કરોડનો ખર્ચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment