Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તાના કામોની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ:ડુંગરાળ વિસ્તારમાં ગટરકામ વગર આડેધડ રસ્તાઓ બનાવી દેવાયાનો ગ્રામજનોનો આક્ષેપ

    5 days ago

    વાંસદા તાલુકામાં હાલમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઇ રહ્યા છે, જેને લઈ જનતામાં વિકાસના કામોને લઈ ખુશી જોવા મળે એ સ્વભાવિક છે પરંતુ વિકાસ માટે આવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટને લઈ વાંસદા તાલુકામાં ગુણવત્તાયુક્ત અને સારી કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ એ એક વેધક સવાલ જાગૃત પ્રજામાં ઉઠી રહ્યા છે. વાંસદા તાલુકાના અનેક ગામોમાં જિ.પંચાયત માર્ગ મકાન વાંસદા હસ્તકના મોટા રસ્તાઓનું નિર્માણ કરાઇ રહ્યું છે. આ રસ્તો બનાવામાં દરેક એજન્સી દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવી રહી હોવાની બૂમ ઉઠી છે. જેમાં રસ્તાઓ ડુંગરાળ વિસ્તારમાં હોવા છતાં રસ્તાની બાજુએ ગટરની વ્યવસ્થા કરવા વગર ડામર રસ્તો બનાવી દીધો હોવાનું ગ્રામજનોને આક્ષેપ છે. અમુક જગ્યાએ ગરનાળાઓ નાંખવામાં આવ્યા એ કામગીરીમાં પણ નકરી વેઠ ઉતારાઇ છે. જોકે નાની સાઈઝના ગરનાળા નાંખી ઉપર માટી નાંખી માત્ર ગરનાળાથી ત્રણ ઇચનો ડામર કપચીનો લેયર મારી દેતા કોન્ટ્રાકટર દ્વારા નવો કીમિયો કે નવો આવિષ્કાર કરવામાં આવ્યો હોય એ જણાય રહ્યું છે. બોર્ડ પર દર્શાવ્યા પ્રમાણે ડુંગરાળ વિસ્તારમાં બનેલા રસ્તા પર રોડ ફર્નિચર માત્ર બિલોમાં દેખાઈ રહ્યા હશે સ્થળ પર બનેલા રસ્તામાં રોડની ધારે એકપણ જગ્યાએ રસ્તાની બાજુમાં રેલિંગ જોવા મળી નથી તેમજ અનેક જગ્યાએ સાઈડ સોલ્ડરિંગની કામગીરી પણ નહિવત દેખાઈ રહી છે. હાલ આ રસ્તાઓને લઈ યોગ્ય નિરાકરણ થશે કે કેમ એ દિશામાં અહીંની પ્રજા મીટ માંડીને બેસી છે. રસ્તો ચોમાસામાં ટકશે નહીં ડુંગરા પર રસ્તો બનાવ્યો એ સમયે આજુબાજુ રેલિંગ મુકવા માટે તો જણાવ્યું તો અમે ખાલી પાકો રસ્તો બનાવવા માટે આવ્યા છે એમ જણાવ્યું. આ રસ્તો ચોમાસામાં ટકશે નહીં, આજુબાજુ ગટર નથી બનાવી પાણી સીધું રસ્તા પર આવશે એટલે રસ્તો ધોવાઈ જશે ડામર પણ ઓછો નાંખ્યો છે. > પ્રભુભાઈ ચવધરી, ખડકપાણી, કણધા
    Click here to Read More
    Previous Article
    આદિવાસી યુવાને અસાધારણ ઝડપથી સૌનું ધ્યાન ખેંચ્યું:આંબાબારીના રણજીતે 100 મીટરમાં ગોલ્ડ-200 મીટરમાં સિલ્વર મેળવ્યો
    Next Article
    ભાસ્કર અગ્રેસર:OTP કે લીંક પર ક્લિક કર્યા વિના 7 વડીલોના ખાતામાંથી રૂ.1.17 લાખ શંકાસ્પદ રીતે ગાયબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment