Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર અગ્રેસર:OTP કે લીંક પર ક્લિક કર્યા વિના 7 વડીલોના ખાતામાંથી રૂ.1.17 લાખ શંકાસ્પદ રીતે ગાયબ

    5 days ago

    વાંસદા તાલુકાના ચાપલધરા ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં સાયબર ઠગાઈની ગંભીર ઘટના સામે આવતા ગ્રાહકોમાં ભારે ભય અને રોષનો માહોલ ફેલાયો છે. ચાપલધરા ગામના 7 સિનિયર સિટીઝનના ખાતામાંથી અંદાજે કુલ ₹ 1,17,000 જેટલી રકમ શંકાસ્પદ રીતે ઉપાડી લેવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર ઠગાઈમાં કોઈપણ ખાતેદારે OTP આપ્યો નથી, કોઈ લીંક પર ક્લિક કર્યું નથી અને ખાતેદારો તો સ્માર્ટફોન પણ વાપરતા નથી છતાં પણ ખાતામાંથી રકમ ઉપડી જતાં બેંકની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટના સામે આવતા જ બેંક તંત્ર હરકતમાં આવ્યું છે અને શાખાના મેનેજર દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવા અરજી આપવામાં આવી છે. ફરિયાદમાં અજાણ્યા તત્વો દ્વારા ખાતામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને પૈસા ઉપાડ્યાનો આક્ષેપ કરાયો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર, પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયેલા ખાતેદારોને આ ઠગાઈની ખબર પડી હતી. આ પછી મોટી સંખ્યામાં લોકો પોતાના ખાતાની તપાસ કરવા બેંક પર દોડી આવ્યા હતા. હાલ પોલીસ સાયબર ક્રાઇમની દિશામાં તપાસ શરૂ કરી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જાહેર ક્ષેત્રની વિશ્વસનીય ગણાતી બેંકમાં આવી ગંભીર સુરક્ષા ખામી કેવી રીતે સર્જાઈ ? ગ્રાહકોમાં માંગ ઉઠી રહી છે કે દોષિતોને ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિતોને તાત્કાલિક ન્યાય મળે. બિહાર સુધી પહોંચ્યા તાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખાતામાંથી ઉપાડાયેલા પૈસા બિહારના પટના શહેરમાં આવેલી યસ બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પરથી ઉપાડવામાં આવ્યા હોવાની શંકા છે. હવે પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે કે કેમ તેના પર નજર ઠરી છે. વધુ ખાતામાંથી ગેરરીતિ આવવાની શક્યતા સ્થાનિકોમાં ભય છે કે આ માત્ર શરૂઆત હોઈ શકે છે. ચાપલધરા શાખામાં મોટાભાગના ખાતેદારો સિનિયર સિટીઝન અને ખેડૂતો છે. આવનારા દિવસોમાં વધુ ખાતામાંથી ગેરરીતિ બહાર આવે તો નવાઈ નહીં. 7થી વધુ સિનિયર સિટિઝનના ખાતામાંથી છેતરપિંડીની ઓનલાઇન ઘટના બાબતે ચર્ચાના માહોલ સર્જાયો છે. હવે બેંકમાં પૈસા મુકવા પણ સલામત રહ્યાં નથી મારા પિતાના ખાતામાં સબસિડીના પૈસા જમા થયા કે નહીં તે જોવા પાસબુક એન્ટ્રી કરાવવા ગયા ત્યારે ખબર પડી કે ₹ 10,000 ઉપડી ગયા છે. મારા પિતા સ્માર્ટફોન પણ વાપરતા નથી અને કોઈને ઓટીપી પણ આપ્યો નથી. હવે બેંકમાં પૈસા મુકવા પણ સલામત રહ્યાં નથી. > કેતનસિંહ રાઠોડ, ભોગ બનનારના પુત્ર બેન્કિંગ સુરક્ષા પર જનતાના સવાલ શું ઓટીપી વગર ટ્રાન્ઝેક્શન કેવી રીતે શક્ય બન્યું ?બેંકની આંતરિક સુરક્ષા સિસ્ટમ ક્યાં નિષ્ફળ ગઈ ?તમામ પીડિતોને રકમ પરત મળશે કે નહીં ?આ સમગ્ર ઘટનાએ બેંકિંગ સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને તંત્ર માટે ચેતવણીરૂપ બની છે.
    Click here to Read More
    Previous Article
    રસ્તાના કામોની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ:ડુંગરાળ વિસ્તારમાં ગટરકામ વગર આડેધડ રસ્તાઓ બનાવી દેવાયાનો ગ્રામજનોનો આક્ષેપ
    Next Article
    પ્રજાજન પરેશાન:તલાવડી અને રામજી ખત્રી વિસ્તારમાં ડ્રેનેજનું કામ બંધ કરાતા રહીશો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment