Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેન્શનરોએ કલેક્ટરને આવેદન‎ પાઠવ્યું:જૂના પેન્શનરો પગાર પંચના લાભોથી વંચિત રહે તેવો ડર,કલેક્ટરને આવેદન

    15 hours ago

    કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા વેલિડેશન એક્ટ-2025 (પેન્શનર્સ સુધારણા બિલ) સામે પાટણ જિલ્લા પેન્શનર મંડળમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મોટી સંખ્યામાં પેન્શનરોએ એકઠા થઈ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ​ વેલિડેશન એક્ટ 2025ના વિરોધમાં પેન્શનર મંડળ દ્વારા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ કાનજીભાઈ પટેલે જણાવ્યું કે 25 માર્ચ 2025ના રોજ કોઈપણ પૂર્વ સૂચના વિના લોકસભામાં આ કાયદો પસાર કરાયો હતો. આ કાયદાથી પેન્શનરોમાં બે ભાગલા પડશે, જેના કારણે જૂના પેન્શનરોની નિવૃત્તિ ની તારીખ અને પેન્શન હકદારીના સંદર્ભમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બનશે જેનાથી કેન્દ્રીય પગાર પંચ ના કાર્યકાળ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણોના લાભ ગુમાવશે અને હાલના પેન્શનરોને આ મુશ્કેલ સમયમાં પેન્શન વધારવાનો અધિકાર ન મળતો ભારે નુકસાન થશે. આ અન્યાયી કાયદાના વિરોધમાં ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશનના આદેશ મુજબ બુધવારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આગામી સમયમાં દેશવ્યાપી વિરોધ દિવસ મનાવી લડત ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પ્રસંગે મહામંત્રી નાથાભાઈ પટેલ,નાગજીભાઈ દરબાર, ચંદુભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આજે રામનવમી:આજે પાલનપુરમાં 29 વિસ્તારોના 8 કિમી લાંબા રૂટ પર 7-8 કલાક શ્રી રામ નગરચર્યાએ નીકળશે
    Next Article
    સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા અભિયાન‎:મહિલા સુરક્ષાનો સંદેશ આપવા 42 રિક્ષા પાછળ સ્ટીકર લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment