Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે રામનવમી:આજે પાલનપુરમાં 29 વિસ્તારોના 8 કિમી લાંબા રૂટ પર 7-8 કલાક શ્રી રામ નગરચર્યાએ નીકળશે

    13 hours ago

    પાલનપુર શહેરમાં રામનવમી નિમિત્તે આજે રામ લલ્લાનો ભવ્ય રથોત્સવ યોજાશે, જેમાં બપોરે 12 વાગ્યે રામ જન્મોત્સવ ઉજવી મહા આરતી અને ઝુલાદર્શન બાદ બપોરે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શહેરના 29 વિસ્તારોમાં અંદાજે 8 કિલોમીટર લાંબા રૂટ પર ફરતી આ યાત્રા 7થી 8 કલાકમાં નિજ મંદિરે પરત ફરશે. શોભાયાત્રામાં જુદા જુદા અખાડા, ડીજે, ભજન મંડળી સાથે 4 બગી, એક હાથી, 2 ઊંટલારી, 2 ટ્રેક્ટર અને 5થી વધુ વાહનો જોડાશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. જય શ્રી રામના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાશે. યાત્રા રૂટમાં મોટીબજાર, નાની બજાર, ત્રણબત્તી, ખોડાલીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સુરેશમહેતા ચોક, ગલબાભાઈનું પુતળું, અયોધ્યાનગર, ગોબરી રોડ, સંજયચોક, સીટીલાઇટ, ગુરુનાનક ચોક, કિર્તીસ્તંભ, રેલવે સ્ટેશન, સિમલાગેટ, નગરપાલિકા, લક્ષ્મણટેકરી, વિજયચોક, શક્તિનગર અને બ્રિજેશ્વર કોલોની સહિતના વિસ્તારો આવરી લેવાશે. જેને લઇ પાલિકા દ્વારા દરેક સ્થળે વહેલી સવારે મહાસફાઈ કરાશે. શોભાયાત્રા દરમિયાન 450 કિલો પ્રસાદ તૈયાર કરાયો છે જે ભક્તોને વહેંચવામાં આવશે. મોટી બજાર, ખોડા લીમડા, ગઠામણ ચોક, અયોધ્યા નગર, ગુરુનાનક ચોક, સીમલા ગેટ, વિજય ચોક, શક્તિ નગર, એકે ફ્યુલ સેન્ટર અને બીજે સર કોલોની સહિતના સ્થાન ઉપર પાણી સરબતની વ્યવસ્થા કરી છે. રામજી મંદિરના મહંત શ્રી રાઘવ ચરણદાસજીએ જણાવ્યું કે શ્રીરામ સેવા સમિતિ જુદા જુદા હિંદુ સંગઠનો દ્વારા યાત્રા આયોજન કરાયું છે. ઘોડેસવાર પોલીસ,200જવાનો સાથે પેટ્રોલિંગ‎ શહેરમાં રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસે બુધવારે સાંજે 6 કલાક બાદ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ડીવાયએસપી ડો. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ એસઓજી, એલસીબી, પૂર્વ-પશ્ચિમ પોલીસ સ્ટેશન અને ઘોડેસવારી પોલીસ સહિત 200થી વધુ જવાનો તથા 10થી વધુ વાહનો સાથે રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ યોજાયું હતું. જિલ્લામાં આ સ્થળોએ શોભાયાત્રા નીકળશે
    Click here to Read More
    Previous Article
    ઇ.વી. વાહનોની ખરીદી વધી:શહેરની જુદીજુદી કંપનીઓમાં 30થી વધુ ટુ-વ્હીલર, ફોર વ્હિલરનું બુકિંગ
    Next Article
    પેન્શનરોએ કલેક્ટરને આવેદન‎ પાઠવ્યું:જૂના પેન્શનરો પગાર પંચના લાભોથી વંચિત રહે તેવો ડર,કલેક્ટરને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment