Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજાજન પરેશાન:પાલનપુરમાં ધનિયાણા ચોકડીએ ગટર નાખ્યા બાદ મહિનાથી રોડ બન્યો નથી

    10 hours ago

    પાલનપુરમાં ધનિયાણા ચોકડીથી હાઉસિંગ બોર્ડ વચ્ચેના 500 મીટરનો માર્ગ ખોદીને ભૂગર્ભ ગટરલાઇન નાંખી છે. જે કામ પુરૂ થયાને એક માસનો સમય થયો હોવા છતાં નવો માર્ગ બનાવાયો નથી. તેનાથી શુ મુશ્કેલીઓ પડી રહી છે. તે જાણવા માટે રિયાલિટી ચેક કરી હતી. અડધો કલાક રોકાતા જોવા મળ્યું કે, અંબાજી, આરટીઓ કચેરી અને ધનિયાણા તરફથી આવતાં વાહનો પસાર કરવા માટે કોઇ નિયમન થતું નથી. વાહન ચાલકો મરજી પ્રમાણે બંને સાઇડના માર્ગનો ઉપયોગ કરતા હોવાથી સામસામે મોટા વાહનો આવી જાય ત્યારે વારંવાર ટ્રાફિકજામ થાય છે. તૂટેલા માર્ગે વાહનો પસાર થતાં ખાડામાં ટાયર પટકાય છે. એમ્બ્યુલન્સ, શબવાહિની, એસ. ટી. બસો સહિતના વાહન ચાલકો અને મુસાફરો તેમજ સ્થાનિક રહિશો- વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે. મોટી માત્રામાં ધૂળ ઉડીને આજુબાજુની દુકાનોમાં જઇ રહી હોવાથી વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે. 5 જેટલી સોસાયટીના રહીશોને પણ અવર - જવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. પાલિકાને ડિપોઝિટ જમા કરાવવા નોટિસ બનાસકાંઠા માર્ગ મકાન વિભાગના અધિકારીના આશિષ પટેલે જણાવ્યું કે નગરપાલિકાએ નિયમ મુજબ રોડની સાઇડમાં પાઇપલાઇન નાંખવાને બદલે વચ્ચે ખોદકામ કર્યું છે. આ મુદ્દે નોટિસ આપી છે. તેમજ રૂપિયા 1.75 કરોડ ડિપોઝિટ જમા કરવા જણાવાયું છે. જે પછી માર્ગ મકાન વિભાગ દ્વારા નવા માર્ગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. બિસમાર માર્ગ અને ધૂળની સમસ્યામાં લોકોની વેદના‎
    Click here to Read More
    Previous Article
    કાંકરેજના MLAએ ખેડૂતો માટે વળતરની માંગ કરી:765 KV લાઈનથી પાક નુકસાન 6 માસથી ખેડૂતો વળતર વિહોણા
    Next Article
    ઇ.વી. વાહનોની ખરીદી વધી:શહેરની જુદીજુદી કંપનીઓમાં 30થી વધુ ટુ-વ્હીલર, ફોર વ્હિલરનું બુકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment