Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરેજના MLAએ ખેડૂતો માટે વળતરની માંગ કરી:765 KV લાઈનથી પાક નુકસાન 6 માસથી ખેડૂતો વળતર વિહોણા

    8 hours ago

    કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તાલુકાના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. કાંકરેજ અને ડીસા તાલુકામાં પાવર ગ્રિડ કંપની દ્વારા 765 KV વીજ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરી છે. આ કામગીરી દરમિયાન વીજપોલ ઉભા કરવા ખેડૂતના ઉભા પાકને નુકસાન પહોંચ્યું હોવા છતાં અત્યાર સુધી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવાયું નથી. પોલ નાખ્યા બાદ 6 મહિના જેટલો સમય પસાર થયો હોવા છતાં ખેડૂતો વળતર માટે રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત જેટકો કંપની દ્વારા પણ ખેતરોમાં મનમાની રીતે વીજ લાઇન નાખવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ધારાસભ્યે માંગણી કરી કે જે ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઉભા કરવામાં આવ્યા છે, તેમને તેના બદલામાં માસિક ભાડું આપવામાં આવે, કારણ કે વીજપોલ ખેતરની નોંધપાત્ર જમીન રોકી રાખે છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ખેડૂતોની વેદનાને ધ્યાનમાં રાખીને સરકાર પાસે તાત્કાલિક વળતર ચૂકવવા અને યોગ્ય નીતિ ઘડવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Parliament passes Bill to amend law to protect transgenders
    Next Article
    પ્રજાજન પરેશાન:પાલનપુરમાં ધનિયાણા ચોકડીએ ગટર નાખ્યા બાદ મહિનાથી રોડ બન્યો નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment