Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ કલેક્ટરની અધ્યક્ષતામાં ઈણાજમાં રાત્રીસભા યોજાઈ:આરોગ્ય, શિક્ષણ, પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન, પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ

    14 hours ago

    ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકાના ઈણાજ ગામે રાત્રીસભાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોને કચેરીઓ સુધી આવવું ન પડે અને તેમની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ મળે તે હતો. રાત્રીસભા દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતી, પાકધિરાણ યોજના, મોડેલ શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ તથા અન્ય સહાયક પ્રવૃત્તિઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આ સાથે, આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્ય, કુપોષણ નિવારણ અને મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા અંગે પણ પૂછપરછ કરી હતી. “મારા કુટુંબની સુરક્ષા એ મારી જવાબદારી છે”ના સૂત્રને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રીએ ગ્રામજનોને પીએમજેયાય કાર્ડ કઢાવવા અનુરોધ કર્યો હતો. સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને તે માટે ખાસ સૂચનો પણ આપવામાં આવ્યા હતા. સભા દરમિયાન ગ્રામજનો દ્વારા પ્લોટ ફાળવણી, અનધિકૃત દબાણ અને ગામતળના પ્રશ્નો સહિત વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને આ રજૂઆતો પર નિયમ મુજબ કાર્યવાહી કરવા દિશાનિર્દેશ આપ્યો હતો. શૈક્ષણિક ક્ષેત્રે, પીએમશ્રી મોડેલ શાળાના આચાર્ય દ્વારા નમો સરસ્વતી, નમો લક્ષ્મી, સરસ્વતી સાધના યોજના તેમજ કે.જી.બી.વી હોસ્ટેલ પ્રવેશ જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, આત્મા પ્રોજેક્ટના ડિરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ તરફથી મેડિકલ ઓફિસર રાજદીપભાઈ મૂછારે ‘મમતા સેશન’ હેઠળ રસીકરણ, સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ, એચપીવી વેક્સિન અને પીએમજેયાય જેવી આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. આ રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સરપંચ, એસ.એમ.સી. સભ્યો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબી બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ:મહાનગરપાલિકા ચૂંટણીમાં પુરુષ આગેવાનોને ટિકિટ આપવા માંગણી
    Next Article
    વાઘોડિયાની પ્રાઈવેટ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થીનો આપઘાત:આત્મહત્યાનું કારણ અકબંધ, 22 વર્ષીય યુવક સુરતથી વડોદરા ફિઝિયોથેરાપી કરવા આવ્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment