Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ:મહાનગરપાલિકા ચૂંટણીમાં પુરુષ આગેવાનોને ટિકિટ આપવા માંગણી

    13 hours ago

    આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબીમાં પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટો ફાળવવામાં આવે. બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકા મહિલા અનામત અને અન્ય અનામત બેઠકો હોય છે. જોકે, છેલ્લી પાલિકા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને અવગણીને માત્ર મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી હતી. આ પુનરાવર્તન ન થાય તે માટે આ માંગણી કરવામાં આવી છે. મોરબી શહેરમાં અંદાજે 14 થી 15 હજાર જેટલું બ્રહ્મ સમાજનું મતદાન છે. નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે યોજાયેલી આ બેઠકમાં પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાની આગેવાની હેઠળ અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, રવિન્દ્રભાઈ ત્રિવેદી, નીરજભાઈ ભટ્ટ, અમુલભાઈ જોશી, નલિનભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌનો એક જ સૂર હતો કે બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને વધુમાં વધુ ટિકિટો મળે. પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, જે બ્રહ્મ સમાજના આગેવાનો ચૂંટણી લડવા ઈચ્છુક હોય, તેઓએ ફોર્મ ભરીને પરશુરામ ધામ ખાતે જમા કરાવવાના રહેશે. ત્યારબાદ આવેલા ફોર્મના આધારે રાજકીય પક્ષો સમક્ષ ટિકિટ માટે પૂરી તાકાત સાથે રજૂઆત કરવામાં આવશે. સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ ધામ પુરુષ આગેવાનોને વધુમાં વધુ ટિકિટ મળે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત વહીવટી તંત્રમાં ફેરફાર:જી. એચ. સોલંકી સુરેન્દ્રનગરના નવા કલેક્ટર બન્યા
    Next Article
    ગીર સોમનાથ કલેક્ટરની અધ્યક્ષતામાં ઈણાજમાં રાત્રીસભા યોજાઈ:આરોગ્ય, શિક્ષણ, પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન, પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment