Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર:ભાજપના પ્રદેશ વક્તા, જિલ્લા પ્રમુખે શિષ્યવૃત્તિના નવા નિયમો, તેના લાભો વિશે માહિતી આપી

    14 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે, તેની જાણકારી લોકો સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમ ગઢડાના ભડલીના ઝાંપે યોજાયો હતો. આ માર્ગદર્શન શિબિરમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચાના વક્તા પ્રવિણ મારું અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે શિષ્યવૃત્તિના નવા નિયમો અને તેના લાભો વિશે વિગતવાર માહિતી આપી હતી. સમાજના આગેવાનોએ રાજ્ય સરકારના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દેવજી સોલંકી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પાલજી પરમાર, બક્ષીપંચ મોરચાના પ્રભારી પ્રતાપ છૈયા, ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમ બોરીચા સહિત ભાજપના અનેક આગેવાનો, કાર્યકરો અને અનુસૂચિત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં અશાંત ધારાની 1500 ફાઈલોમાં 'વહીવટ' થયાનો આક્ષેપ:હિન્દુ યુવા સંગઠન પૂર્વ પ્રમુખે કહ્યું, લાંચ લેનારાનો વરઘોડો કાઢો; SDMના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયાનો મામલો
    Next Article
    27 માર્ચથી 8 એપ્રિલ આ રસ્તે ના નીકળતા, ધક્કો પડશે:બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટા બ્રિજ બંધ, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment