Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્વર ડિમોલિશનમાં રૂ.27 લાખની જ્યાફત:રાજકોટ મનપા, પોલીસના અધિકારીઓના ચા, નાસ્તો, ભોજનનો લાખોનો ખર્ચ બુધવારની સ્ટેન્ડિંગ બેઠકમાં મૂકાશે

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 21 થી 27 ફેબ્રુઆરી દરમિયાન જંગલેશ્વરમાં 1500 જેટલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ - કર્મચારીઓ સહિતના 13 હજાર લોકો ચા, કોફી, બિસ્કિટ, કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, ગાંઠિયા, જલેબી પૌઆ, બ્રેક ફાસ્ટ, સ્પેશ્યલ લંચ ડીસ અને મસાલા છાશની અધિકારીઓએ મીજબાની માણી હતી. જેનો રૂ.27 લાખનો ખર્ચ થયો છે. જે ખર્ચ મંજૂર થશે કે કેમ તે આવતીકાલે મહાનગરપાલિકામાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 21 થી 27 ફેબ્રુઆરી સુધી જંગલેશ્વરમાં ચાલેલા મેગા ડિમોલિશનમાં મેન પાવર અને મશીન પાવરનો ભરપૂર ઉપયોગ કરાયો હતો ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા, પોલીસ સ્ટાફ સહિતના ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ માટે ચા કોફીથી માંડીને સ્પેશ્યલ લંચ ડીસ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ડિમોલિશન દરમિયાન કરાયેલી વ્યવસ્થા મુજબ ચા કોફી, બિસ્કિટ કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, ગાંઠિયા, જલેબી, પૌઆ, અને સ્પેશ્યલ લંચ ડીસ તેમજ મસાલા છાશ પાછળ થયેલા રૂ. 27,20,946નો ખર્ચ મંજૂર કરવા માટે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ખર્ચ મંજૂર કરવો કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.16માં જંગલેશ્ર્વર વિસ્તારમાં આજીનદી પટમાં થયેલા દબાણ અને ટીપી સ્કીમ નં. 6 હેઠળના 15 મીટર ટીપી રોડ પર થયેલા દબાણો દુર કરવા મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરીમાં ફરજ પર રહેલા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના કર્મચારીઓ માટે ચા કોફી બ્રેકફાસ્ટ અને લંચ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ દિવસો દરમિયાન 21,310 કપ ચા બિસ્કિટ, ઉપરાંત 150 નંગ કાજુ કતરી, ખજૂર રોલ ખમણ સમોસા, વેફર્સ 50 નંગ ગાંઠિયા જલેબી, પૌઆ, 360 નંગ બ્રેક ફાસ્ટ, લંચ મળીને રૂ. 6,30,946નો ખર્ચ થયો હતો. જ્યારે તો 21 થી તા. 27 ફેબ્રુઆરી દરમિયાન પ્રેમવતીમાંથી 13390 ડીસ સ્પેશ્યલ લંચ અને મસાલા છાશ તેમ ચાર હજાર નંગ લીંબુ આદુ સરબત બોટલ સહિત કુલ રૂ.20,68,500નો ખર્ચ થયો હતો. આ બન્ને મળીને કુલ રૂ. 27,20,946નો ખર્ચ કરવામાં આવ્યો હતો. ડિમોલિશન દરમિયાન ટુંકો સમયગાળો હોય ભાવો મંગાવવાની નિયત પ્રક્રિયા કરવામાં આવી નહોતી કે કોઇ કરાર કરાયો નથી. વેરા વસુલાત શાખાના એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ માટે મોબાઇલ એલાઉન્સ આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના હેઠળ વેરા વસુલાત શાખામાં ફરજ બજાવતા એપ્રેન્ટીશ તાલીમાર્થીઓ દ્વારા મિલકતધારકોને બાકીવેરો વસુલવા માટે ટેલિફોનિક સંપર્ક દ્વારા કામગીરી કરી હોય માસિક સ્ટાઈપેન્ડ ઉપરાંત માસિક કોલિંગ ખર્ચ થયો હોય માસિક રૂ. 350 લેખે તાલીમાર્થીદીઠ રૂ. 21 હજારનો ખર્ચ મંજૂર કરવા માટે દરખાસ્ત કરાઇ છે. પોરાનાશક કામગીરી માટે ડ્રોન ટેકનોલોજી દ્વારા કામગીરી માટે દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા પોરાનાશક કામગીરી હેઠળ ડ્રોન ટેકનોલોજી દ્વારા પોટેન્શિયલ મોસ્કીટો સોર્સનો સર્વે કરવા લાર્વાસાઇડ ટ્રીટમેન્ટ કામગીરી હેઠળ દ્વી વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે ત્રણ એજન્સીઓએ બીડ રજૂ કરી હતી. જેમાં એક એજન્સી ગેરલાયક ઠરી હતી. અન્ય બે એજન્સીઓમાં પ્રાઇમ યુ.એ.વી. પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રજુ કરાયેલા ભાવમાં બ્રિડીંગ સોર્સ શોધવા પ્રતિ એક સ્કેવર કિ.મીના રૂ.63,18,000 અને દવા છંટકાવ માટે રૂ. 18,50,000નો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    128 કરોડથી વધુનું બોગસ બિલીંગ કૌંભાડ ઝડપાયું:23.08 કરોડથી વધુની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડીટ મેળવી લીધી, જામનગરના પિતા-પુત્રની ધરપકડ; રાજ્ય GST વિભાગની કાર્યવાહી
    Next Article
    ચૈતર વસાવાને 7 વર્ષની સજા, રાજકારણ ગરમાયું:કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર પ્રહાર કર્યાં, ભાજપના સાંસદ ધવલ પટેલે કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment