Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    128 કરોડથી વધુનું બોગસ બિલીંગ કૌંભાડ ઝડપાયું:23.08 કરોડથી વધુની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડીટ મેળવી લીધી, જામનગરના પિતા-પુત્રની ધરપકડ; રાજ્ય GST વિભાગની કાર્યવાહી

    2 days ago

    રાજયના સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્રારા રૂપિયા 128 કરોડથી વધુના બોગસ વ્યવહારો દર્શાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ની કરચોરીના કૌંભાડનો પર્દાફાશ થયો છે. આ કૌંભાડ સંદર્ભે જી.એસ.ટી. વિભાગે પિતા-પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 23.08 કરોડથી વધુની કરચોરી, જામનગરના પિતા-પુત્રની ધરપકડ અગાઉથી મળેલી બાતમીના આધારે સ્ટેટ જી.એસ.ટી. વિભાગે એનાલીસીસ કરીને 16 જૂન 2026ના રોજ મેસર્સ માંડોવરા ટ્રેડીંગ કંપની સહિત કૂલ 22 પેઢીઓ પર જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગર ખાતે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન વિભાગે 23.08 કરોડથી વધુની કરચોરી પકડી પાડી હતી. આ કૌંભાડમાં સંડોવણી બદલ મેસર્સ માંડોવરા ટ્રેડીંગ કંપનીના માલિક સુરેશચંદ્ર મૂળચંદ શાહ તથા તેમના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની જામનગરથી ધરપકડ કરી હતી. ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડીટ મેળવવાના ઇરાદાથી ખરીદીઓ દર્શાવતા આ કૌંભાડમાં સ્ટેટ જી.એસ.ટી. દ્રારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પેઢીએ બ્રાસ અને કોપર સ્કેપની અસ્તિત્વ ન ધરાવતી હોય તેવી બોગસ પેઢીઓ પાસેથી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડીટ મેળવવાના ઇરાદાથી ખરીદીઓ દર્શાવી મોટા પાયે કરચોરી કરી હતી. આ પણ વાંચો: SGSTની 50 કલાકની તપાસ બાદ ગુનો નોંધાયો, ખોટી વેરાશાખ ઊભી કરી ટેક્સ ચોરી આચરી 128 કરોડથી વધુનું બોગસ બિલીંગ કૌંભાડ પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું કે, મે. માંડોવરા ટ્રેડીંગ કંપનીએ સરકારી તિજોરીને 23.08 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવાના બદઇરાદાથી બોગસ પેઢીઓ મારફતે 128 કરોડથી વધુના બનાવટી નાણાકીય વ્યવહારો દર્શાવ્યા હતા. વાસ્તવમાં કોઇપણ પ્રકારની માલની હેરફેર જણાઇ ન હતી. વધુ કરચોરી તથા બાકી GSTની જવાબદારી બહાર આવવાની સંભાવના ઇનપુટ ટેક્સ ક્રેડિટની કરચોરીએ જીએસટી કાયદા હેઠળ ગુનો છે. જયારે આવી રીતે મેળવેલ આઇટીસી પાસ ઓન કરવી એ જી.એસ.ટી. કાયદાની કલમ હેઠળનો ગુનો છે. બંને આરોપીઓની સ્પષ્ટ સંડોવણી પુરવાર થયા બાદ વિભાગે બંને પિતા-પુત્રની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછતાછ અને તપાસમાં વધુ કરચોરી તથા બાકી જીએસટીની જવાબદારી બહાર આવવાની સંભાવના સેવાઇ રહી છે. દસ્તાવેજોનો દુરપયોગ નાણાકીય છેતરપીંડી કરાવી શકે છેલ્લે જીએસટી વિભાગે નાગરિકો તથા કરદાતાને અપીલ કરી છે કે, આધાર, પાન કાર્ડ, જી.એસ.ટી.ની નોંધણીની વિગતો, બેંક ખાતાની માહિતી જેવા મહત્વના તથા ખાનગી દસ્તાવેજો અજાણ્યા કે અનધિકૃત વ્યક્તિોને આપવા નહીં. આવા દસ્તાવેજોનો દુરપયોગ નાણાકીય છેતરપીંડી કરાવી શકે છે. જેથી પોતાની વ્યક્તિગત અને વ્યસાયિક માહિતી સુરક્ષિત રાખવા પ્રજાને અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Aliganj fire: SIT starts probe, inspects building for possible lapses, meets victims
    Next Article
    જંગલેશ્વર ડિમોલિશનમાં રૂ.27 લાખની જ્યાફત:રાજકોટ મનપા, પોલીસના અધિકારીઓના ચા, નાસ્તો, ભોજનનો લાખોનો ખર્ચ બુધવારની સ્ટેન્ડિંગ બેઠકમાં મૂકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment