Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં અશાંત ધારાની 1500 ફાઈલોમાં 'વહીવટ' થયાનો આક્ષેપ:હિન્દુ યુવા સંગઠન પૂર્વ પ્રમુખે કહ્યું, લાંચ લેનારાનો વરઘોડો કાઢો; SDMના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયાનો મામલો

    17 hours ago

    ​ભાવનગર શહેરમાં અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની પરવાનગી આપવામાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ​સંગઠન દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ ભાવનગર પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા મોટી રકમ લઈ અશાંતધારાની મંજૂરી અપાવી દેવાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમોમાં વાયરલ થયો હતો. પૂર્વ હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ અશોક ગોહિલએ કહ્યું કે, નાણાકીય વહીવટ કરીને, રાજકીય લાગવગ કરીને 1500 જેવી એવી ફાઈલો છે જે પૈસા આપી, વહીવટ કરીને દસ્તાવેજો થયા છે. પૂર્ણ ચકાસણી થાય અને જવાબદાર સામે કાર્યવાહી કરીને લાંચ લેનારાનો વરઘોડો કાઢવામાં આવે.આ બાબતે સંગઠનના હોદ્દેદારોએ અગાઉ કલેક્ટરને મળીને તપાસની ખાતરી મેળવી હતી, પરંતુ 10 દિવસ વીતી જવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ધરણા-રામધૂનની હિન્દુ સંગઠનોએ ચેતવણી આપી છે. જવાબદારો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરવા માગ આ ​સંગઠનની મુખ્ય માંગણીઓ છે કે, ભ્રષ્ટાચારી તત્વોએ સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ અને મામલતદારના નકારાત્મક અભિપ્રાય હોવા છતાં જે પરવાનગીઓ આપી છે, તેની ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ S.I.T. દ્વારા તપાસ કરવામાં આવે, અશાંતધારાના કાયદાનો ચુસ્તપણે અમલ થાય અને જવાબદારો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં ભરાય. પીએમથી લઈને પોલીસ અધિક્ષક સુધીને પત્રની નકલ મોકલી આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા પોલીસ અધિક્ષક ભાવનગરને પણ રજુઆતની કોપી મોકલવામાં આવી છે. અશાંત ધારાની 1500 ફાઈલોમાં 'વહીવટ' થયો હોવાનો આક્ષેપ પૂર્વ હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ અશોક ગોહિલએ જણાવ્યું હતું કે, ભાવનગર હિન્દુ યુવા સંગઠન તેમજ વિવિધ સંગઠનો દ્વારા અને ભાવનગરની હિન્દુ પ્રજા દ્વારા ભાવનગરના કલેક્ટરને એક આવેદન આપવાનો કાર્યક્રમ રાખેલો હતો, આવેદનનો મુખ્ય હેતુ હતો, જે 2023 ની અંદર અશાંત ધારો ભાવનગરની અંદર લાગ્યો હતો, ત્યાર પછીની ભાવનગરની અંદર 3000 ફાઈલો જે બની છે, એ ફાઈલોની અંદર એનકેન પ્રકારે નાણાકીય વહીવટ કરીને, રાજકીય લાગવગ કરીને 1500 જેવી એવી ફાઈલો છે જે પૈસા આપી, વહીવટ કરી અને જે દસ્તાવેજો થયા છે તેની પૂર્ણ ચકાસણી થાય. ‘લાંચ લેનારાનો વરઘોડો કાઢો’ તેને વધુમાં કહ્યું કે, આજથી 8 દિવસ પહેલા એક ભાવનગર કલેક્ટર કચેરીના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂપિયાની જે લાંચ લીધી હતી. કલેક્ટરએ એને છૂટો કરી અને ત્યાર પછી બીજા કોઈ પગલાં લીધા હોય એવા ભાવનગરની પ્રજાની સમક્ષ નથી. તો અમારી હિન્દુ સમાજની એવી માંગણી છે કે આ જે ડ્રાઈવર છે તેની ઉપર ગુનો દાખલ થાય. અશોક ગોહિલએ જણાવ્યું હતું કે, એમાં જે જે જોડાયેલા હોય ઓફિસના અધિકારીઓથી માંડીને રાજકીય આગેવાનો, લાંચ લેવાવાળા અને દેવાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એનો પણ ભાવનગરની અંદર વરઘોડો નીકળવો જોઈએ. એવી હિન્દુ સંગઠન અને ભાવનગરની હિન્દુ પ્રજાની લાગણી અને માંગણી છે.જો નહીં થાય, તો આગામી 10 દિવસ પછી ભાવનગરની કલેક્ટર કચેરીએ ભાવનગરનો હિન્દુ સમાજ ધરણા પર બેસશે અને રામધૂનનો કાર્યક્રમ કરશે. 'તપાસ એસ.પી.ને ત્યાં ચાલુ છે' આ અંગે ભાવનગર કલેકટર ડો.મનીષ બંસલએ જણાવ્યું હતું કે, હિન્દૂ યુવા સંગઠન આવેદનપત્ર આપીને ગયા છે જેમાં વીડિયોની ઓડિયો વગેરે જે ડ્રાઇવરના વાયરલ થયા હતાં. તો એના પ્રમાણે જે કન્સર્ન SDM હતા, જેમના ઉપર એલિગેશન એટલે જેમના નામે મીન્સ કે આ ચાલતું હતું, એ એસ.પી.ને એપ્લિકેશન કરી છે અને આ તપાસ એસ.પી.ને ત્યાં ચાલુ છે અને એમાં જે પણનું નામ આવશે તો એના ઉપર મીન્સ કે કાર્યવાહી થશે. ‘જેનું પણ નામ આવશે તેના પર કાર્યવાહી 100 ટકા થશે’ ભાવનગર કલેકટરે જણાવ્યું હતું કે, વેરિફિકેશન એટલે કે કરવી પડે છે ને? પછી આ તપાસ થશે અને જે ડ્રાઈવરનો વીડિયો છે, તો ડ્રાઈવર તો આઉટસોર્સિંગનો હતો એટલા માટે છૂટો કરી દીધો છે આ કોઈ પરમેનેન્ટ સરકારી કર્મચારી હતો નહીં અને એમાં જે મીન્સ કે ડ્રાઈવરના બયાન લઈને, જે લાંચ આપનારના જે વીડિયો છે એનો બયાન લઈને જેનું પણ કોઈ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી 100 ટકા થશે. '10-15 દિવસમાં તપાસ પૂરી કરીને એફ.આઈ.આર. માં કન્વર્ટ કરાશે' વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ મીન્સ કે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એમાં ક્યાં સુધી પહોંચ્યા છે, તો હું આ એટલે કે પર્સનલી એસ.પી. સાથે વાત નથી કરી કે ક્યાં સુધી પહોંચ્યા છે, પણ એની સાથે કંટીન્યુઅસ અમે લોકો ટચમાં છીએ. અને આ કહે છે કે ભાઈ 10-15 દિવસમાં તપાસ પૂરી કરીને અને જે પ્રમાણે એને એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવાનો થશે તો એફ.આઈ.આર. માં કન્વર્ટ કરવામાં આવશે. વીડિયો પુરાવા અને રજૂઆત પર શું પગલાં લેવાશે? ​ભ્રષ્ટાચારીઓ દ્વારા કાયદા વિરુદ્ધ જઈને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જો તપાસમાં વિલંબ થશે તો કાયદાનું ગૌરવ જોખમાશે, ​આ રજૂઆત વખતે જિલ્લા અધ્યક્ષ ઉદયભાઈ દવે અને શહેર પ્રમુખ સંતોષભાઈ અરજાણી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ ગંભીર વીડિયો પુરાવા અને રજૂઆત પર શું પગલાં લેવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર:રાજકોટ કોંગ્રેસે થાળી-વેલણ વગાડી PMનાં 'કોરોના કાળ'ના આહવાનની યાદ અપાવી અનોખો વિરોધ કર્યો
    Next Article
    ગઢડામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર:ભાજપના પ્રદેશ વક્તા, જિલ્લા પ્રમુખે શિષ્યવૃત્તિના નવા નિયમો, તેના લાભો વિશે માહિતી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment