Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમી પૂર્વે નવસારી-બીલીમોરામાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ, સુરક્ષા વ્યવસ્થા કડક

    12 hours ago

    આવતીકાલે રામનવમીનો પવિત્ર તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા નવસારી પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના નિર્દેશન હેઠળ, આજે નવસારી શહેર અને બીલીમોરામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં DYSP સંજય રાય અને ભગીરથસિંહ ગોહિલે આગેવાની લીધી હતી. નવસારી એ ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કર્મચારીઓ પણ આમાં જોડાયા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને, નવસારી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. આ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચમાં 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અંદાજે 100 જેટલા પોલીસ કર્મચારીઓ સામેલ થયા હતા. DYSP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું છે. લોકોમાં સુરક્ષાની ભાવના જાગે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પ્રાંતિજના દલપુરમાં હેક્ઝોન ઇન્ટરકેમમાં મોકડ્રિલ:ગેસ ગળતર અને આગની ઘટનામાં તંત્રની સજ્જતા ચકાસાઈ
    Next Article
    ભાભીને પિયર રિસામણેથી તેડવા જતા યુવક પર હુમલો:રાજકોટમાં મિત્રએ મિત્રને છરી મારી, 10% વ્યાજ ખંખેર્યા બાદ પણ યુવકને વ્યાજખોરની ધાકધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment